આપણા રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી RKGC ના કોઈ મિત્ર પાસે વધારાનો રોપ હોય તો ફેસબુકમાં અરસ પરસ આદાન-પ્રદાન કરી હર્બ પ્લાન્ટને વહેંચો, કોઈ પાસે હર્બના રોપ તૈયાર થયા હોય અને બીજા હર્બ સામે એક્ષચેન્જ કરવા હોય તો પણ ફેસબુકના માધ્યમથી આદાન પ્રદાન કરો.
Total Pageviews
Showing posts with label હર્બ. Show all posts
Showing posts with label હર્બ. Show all posts

બાસીલ અને તુલસી બને થોડા અંશે જુદા છે , બાસીલ અને તુલસી એક પ્રજાતિ ના જરૂર છે પરંતી બાસીલ એક હર્બ તરીકે આખા વિશ્વમાં જાણીતું છે જયારે તુલસી એક ઔષધિ તરીકે જાણીતું છે , બાસીલ ઘણી ડિશીઝ માં વપરાય છે તમારા પ્રો હોમ ગાર્ડન માં શામેલ કરો . બાસીલ નું બિયારણ મળે છે એક ગ્રોબેગમાં પ્રયોગ કરો અને તમારા કિચન ગાર્ડન ને ખુબ ઉપયોગી બનાવો .
વધુ માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો સંપર્ક કરો
એગ્રોનોમીસ્ટ :
લેમનગ્રાસ એક પ્રકારનું હર્બ છે. જેમાં એક અલગ પ્રકારનું તેલ હોવાથી સુગંધ આપે છે જેને આપણે ગ્રીન ટી ગ્રાસ પણ કહીએ છીએ.
ઉગાડવું ખુબ સહેલું છે .કોઈને ત્યાં તેનું થુંમડું જમીનમાંથી મૂળ સાથે ઉપાડીને તમારી ગ્રો બેગ અથવા મોટા કુંડામાં નાખી દો.
આ ગ્રીન ટી કે લેમન ગ્રાસ ને સીટ્રોનોલા લેમન ગ્રાસ પણ કહે છે. તેના પાનના થોડા કટકા ઉકળતી ચામાં નાખી મહેમાનોને અનેરી ચાની લિજ્જત આપો.
ચાઈવ એ લસણ વર્ગનું હર્બ છે. લસણની ફ્લેવર માટે ગાર્નિશિંગ માટે ચાઈવ ઉતમ છે. ચાઈવ લાંબુ અને પોલું એક પ્રકારનું ગ્રાસ છે. જે ૬ થી ૮ ઇંચ નું હોય છે. ચાઈવ ઘર આંગણાના બગીચામાં ઉગાડી શકાય છે. કુંડા અથવા ગ્રો બેગમાં વાવી શકાય છે. આ યુરોપની પ્રજાતિ છે. શિયાળામાં વધુ સારા થાય છે.
ચાઈવ ને ઓર્ગેનિક મેટર વાળી માટી જોઈએ છે. તેથી માટીમાં વર્મીકમ્પોસ્ટ, પુરે પૂરું સડેલું કમ્પોસ્ટ અને બેક્ટેરિયા મુક્ત કોકોપીટ નાખવું જોઈએ.
ચાઈવની આસપાસ ગાજર, સેલરી, ટામેટા, મિન્ટ, વાવેતર કરો તો સારું પડે છે.
વધુ પાણી આપીને જમીનમાં વધુ ભેજ હોય તો જીવાત અને લસણને લગતા રોગ ચાઈવને પણ લાગુ પડે છે.
ચાઈવનું વાવેતર બીજ દ્વારા કરી શકાય છે. ચાઈવના બિયારણ માટે પટેલ એગ્રો અથવા રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક દ્વારા જાણો. અથવા 9825229966 ઉપર સંપર્ક કરી શકાય.
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
ગ્રોબેગ અથવા કુંડા કે રેઈઝબેડમાં તમે ટમેટા, લેટ્સ, પાલક, ફુદીનો, ધાણા, તાંજલીયો, મરચી, મૂળા, વટાણા, ગાજર, રીંગણા, ભીંડા, દુધી, કારેલા, સ્કવોસ, કેલ, લસણ, ડુંગળી, બીટ, કોબી, કોલીફ્લાવર, બટેટા, ટર્નીપ, બ્રોકોલી
વગેરે વાવી શકો બીજ માટે 9825229766 ઉપર ઓર્ગેનિક બીજ ખરીદો. આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
ચોક્કસ થશે , આ ત્રણેય પાક એક જ પરિવારના છે અને તેમને ઉગાડવાની રીત ઘણી ખરી સમાન છે. તેઓ ઠંડી ઋતુના પાક છે અને તંદુરસ્ત આહાર માટે ઉત્તમ માનવામાં આવે છે.દવા વગર પકવવા તમે ઘર આંગણે ઉગાડો
ચોમાસામાં અને શિયાળા પહેલા બીજ વાવો જેથી શિયાળાની શરૂઆતમાં લણણી કરી શકાય.ઠંડકથી તેમનો સ્વાદ વધુ મીઠો બને છે. બીજથી અડધો ઈંચ ઊંડા વાવો.
માટીમાં પુષ્કળ પ્રમાણમાં કમ્પોસ્ટ અથવા જૂનું છાણિયું ખાતર ઉમેરો.
તેમને નાઈટ્રોજન યુક્ત ખાતર વધુ ગમે છે. જો પાંદડા પીળા પડવા લાગે, તો પ્રવાહી ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો.
દરેક છોડ વચ્ચે 12 થી 18 ઈંચનું અંતર રાખો. તેમને ફેલાવા માટે પૂરતી જગ્યા જોઈએ છે.
ભેજ: માટીમાં સતત ભેજ જાળવો, પણ પાણી ભરાવા ન દો. માટી સુકાઈ જાય તો છોડમાં 'બટનિંગ' (નાના ફૂલ આવવાની) સમસ્યા થઈ શકે છે.
મલ્ચિંગ: માટીની આસપાસ સૂકું ઘાસ કે પાંદડા પાથરો (mulching) જેથી ભેજ જળવાઈ રહે અને નીંદણ ઓછું થાય.
ઈયળ: આ પાકોમાં લીલી ઈયળો પાંદડા ખાઈ જાય છે. તેનાથી બચવા માટે 'રો કવર' (જાળી) નો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.
કુદરતી ઉપાય તરીકે લીમડાના તેલ (Neem Oil) નો છંટકાવ કરી શકાય.
બ્રોકોલી: જ્યારે વચ્ચેનું ફૂલ ઘટ્ટ અને સખત થાય (કળીઓ ખુલે તે પહેલા) ત્યારે કાપી લો. મુખ્ય ફૂલ કાપ્યા પછી બાજુમાંથી નાની ડાળીઓ (side shoots) આવતી રહેશે.
ફ્લાવર: જ્યારે ફૂલ સફેદ અને સખત હોય ત્યારે લણણી કરો.
કોબીજ: જ્યારે કોબીજનું માથું (head) દબાવતા સખત લાગે ત્યારે તેને કાપી લો.
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966




Photo courtesy : google Image