શ્રેષ્ઠ સ્થાન પસંદ કરો: જ્યાં પૂરતો તડકો અને હવા આવતી હોય તેવી જગ્યા પસંદ કરો.
શું રોપવું તે નક્કી કરો: તમારી પસંદગી અને ઋતુ મુજબ શાકભાજી કે ફળ પસંદ કરો.
કન્ટેનર તૈયાર કરો: પસંદ કરેલા છોડ મુજબ ગ્રોબેગ - કુંડામાં ડ્રેનેજ હોલ (કાણાં) તપાસો.
માટી ભરો: ગ્રોબેગ કુંડાને યોગ્ય પોટિંગ મિક્સથી ભરો (ઉપરથી ૧-૨ ઇંચ જગ્યા ખાલી રાખો).
સાચી રીતે વાવેતર કરો: બીજ કેટલી ઊંડાઈએ વાવવું અને એક છોડથી બીજા વચ્ચે કેટલું અંતર રાખવું તેની સમજ.
યોગ્ય રીતે પાણી આપો: છોડના મૂળ સુધી પાણી પહોંચે તે રીતે અને માટીના ભેજ મુજબ પાણી આપો.
ખાતર આપો (Feeding): છોડના વિકાસ માટે સમયાંતરે જૈવિક પ્રવાહી કે ઘન ખાતર આપો.
રોજિંદી સંભાળ: પીળા પાન દૂર કરવા અને છોડની સ્થિતિ તપાસવી.
યોગ્ય સમયે લણણી: ફળ કે શાકભાજી બહુ પાકી જાય તે પહેલાં તેને તોડી લેવા
Total Pageviews
Showing posts with label હોમ ગાર્ડન ની જરૂરિયાત. Show all posts
Showing posts with label હોમ ગાર્ડન ની જરૂરિયાત. Show all posts
ઓર્ગેનિક મેટર એટલે ઝાડ, છોડના પાંદડા, ડાળી, ફળની છાલ અને પશુના છાણ-મૂત્ર એ જમીન માટે સેન્દ્રીય તત્વ છે તે પૂરેપૂરું સેડવીને વાપરવું જોઈએ. પોદળો સીધો નાખી શકાય નહિ , પોદળામાંથી બનેલા છાણાનો ભૂકો ચાલે જેથી તેમાં જીવાત ન થાય. લીલા પાંદડા કે લીલું ગોબર નહિ ચાલે તેને કમ્પોસ્ટીંગ કરવું જોઈએ.
બગીચામાં ઇંટો ગોઠવીને એક કમ્પોસ્ટ પીટ બનાવો તેમાં પાંદડા, કચરો વગેરે નાખો અને સડવા દયો તો સારું ખાતર મળશે, આ સડવાની પ્રક્રિયા ઝડપી બનવવા તેને ભીનો કરી તેમાં સેડાવવાના ઉપયોગી બેક્ટેરિયા નાખી ૪૫ દિવસમાં ખાતર તૈયાર કરી શકાય છે.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
કિચન ગાર્ડનમાં ઉગાડેલા શાકભાજીમાં સામાન્ય જીવાતો નો ઉપદ્રવ થાય એમાં ગભરાવા જેવું નથી , એમની ઘણી જીવાતો ખુબ જીણી હોય છે તેને ઓળખવા માટે વખતો વખત અવલોકન જરુરુ છે .
અવલોકન માટે દરેક ગાર્ડનર પાસે એક મેગ્નિફાઇન ગ્લાસ હોવો જોઈએ જે બઝાર માં સહેલાઇ થી મળી જાય છે , પાનમાં ચુસીયા જીવાતો જેવીકે થ્રિપ્સ , મોલો , કથીરી એકદમ સૂક્ષ્મ હોય છે ત્યારે આવા મેગ્નિફાઇન ગ્લાસ શરૂઆતના ઉપદ્રવને જાણીને વહેલાસર નીયંત્રણના પગલાં લેવાનું સરળ બનાવે છે . HAPPY GARDENING -joy of gardening - growdesi
આપણે હોંશે હોંશે કિચન ગાર્ડનિંગ શરુ કરીયે છીએ પણ
ઘણી વખત ખોટી સોશિયલ મીડિયાની માહિતીના આધારે અથવાતો
સાચા માર્ગદર્શન વગર ઘણી વખત નિષ્ફળતા મળે છે એટલે
ચાલો વિચારીયે કે આપણી ક્યાં ક્યાં ભૂલો થાય છે .
ભૂલ ૭:
બગીચાનું રક્ષણ ન કરવું: ખિસકોલી કે ચુસીયા જીવાતો આખા બગીચાને નુકશાન કરી શકે છે.તેના બદલે શું કરવું: આખા કુંડાની ફરતે ઇન્સેક્ટ નેટ જેવી સુરક્ષા પહેલેથી જ તૈયાર રાખો.
ભૂલ ૮:
બારી પાસે બીજ ઉગાડવા (યોગ્ય પ્રકાશ વગર): બારીમાંથી આવતો તડકો પૂરતો નથી હોતો, જેનાથી છોડ નબળા અને પાતળા ઉગે છે.તેના બદલે શું કરવું: બાલ્કની કે રવેશમાં ઉગાડો.
ભૂલ ૯:
બીમાર છોડને રહેવા દેવા : ઘણા લોકો દયા ખાઈને બીમાર છોડને બગીચામાં રહેવા દે છે,
જે આખા બગીચામાં બીમારી ફેલાવે છે.તેના બદલે શું કરવું: નબળા છોડ દૂર કરવા નવા તંદુરસ્ત છોડ લગાડવા .
ભૂલ ૧૦:
ઉપરથી પાણી આપવું (Overhead Watering): છોડના પાંદડા પર ઉપરથી પાણી નાખવાથી ફૂગ (fungus) અને અન્ય રોગો થવાની શક્યતા વધી જાય છે.તેના બદલે શું કરવું: છોડના મૂળમાં જ પાણી આપો આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
આપણે હોંશે હોંશે કિચન ગાર્ડનિંગ શરુ કરીયે છીએ પણ ઘણી વખત ખોટી સોશિયલ મીડિયાની માહિતીના આધારે અથવાતો સાચા માર્ગદર્શન વગર ઘણી વખત નિષ્ફળતા મળે છે એટલે ચાલો વિચારીયે કે આપણી ક્યાં ક્યાં ભૂલો થાય છે .
ભૂલ ૪:
સસ્તી વસ્તુઓ ખરીદવી: સસ્તી માટી, બીજ કે કુંડ કે ગ્રોબેગ ક્યારીઓ (beds) લાંબો સમય ટકતા નથી અને તમારે ફરીથી પૈસા ખર્ચવા પડે છે.તેના બદલે શું કરવું:સર્ટિફાઈડ ગાર્ડન સેન્ટર એગ્રોનોમીસ્ટ નો સંપર્ક કરવો .
ભૂલ ૫:
ગભરાઈને જંતુનાશકોનો ઉપયોગ કરવો: બગીચામાં જીવાત દેખાતા જ લોકો કેમિકલ છાંટવા લાગે છે, જે ઉપયોગી જીવાતો (જેમ કે મધમાખી) ને પણ મારી નાખે છે.તેના બદલે શું કરવું: તમારા બગીચાને એક આખી ઇકોસિસ્ટમ તરીકે જુઓ અને કેમિકલ મુક્ત ઓર્ગેનિક પદ્ધતિઓ અપનાવો.
ભૂલ ૬:



Photo courtesy : google Image