ચોમાસા પહેલા પીળા કુલ ધરાવતા ગરમાળા નું વૃક્ષ કઈ રીતે આકર્ષક છે ?


ઉનાળામાં ગરમાળાનું વૃક્ષ તેના પીળા ફૂલોથી લચી પડે છે. પીળા ફુલો ઉનાળાની બપોરને આકર્ષક બનાવે છે. ગરમાળાનું વૃક્ષ ર૦ થી રપ ફૂટ ઉંચુ થાય છે. ગરમાળામાં ઘણી શાખાઓ હોય છે. ગરમાળાના પાન શિયાળામાં ખરી જાય છે. ઉનાળામાં ગરમાળાના ફૂલોની જુલતી માળા જોવાલાયક હોય છે. વર્ષાવિજ્ઞાનના સંદર્ભે વરસાદ કયારે આવશે તેની જાણકારી આપણા ખેડૂતો ગરમાળામાં કુલો કયારે આવે છે તેના આધારે નકકી કરતા હતા. કહેવાય છે કે ગરમાળામાં કૂલો આવે પછી ૪૫ દીવસે વરસાદ આવતો હોય છે. ગરમાળાના કુલોની સુગંધ અનેરી અને માણવા જેવી હોય છે. તેની સીંગો સરગવા જેવી લાંબી હોય છે. અને પાકે ત્યારે કાળા રંગની થઇ જાય છે. આ વૃક્ષ ખુબ જ ખડતલ છે ગમે તેવી જમીનમાં ઉગી શકે છે. આ વૃક્ષને પાણીની જરૂરીયાત ખૂબ જ ઓછી રહે છે. આયુર્વેદની દ્રષ્ટીએ પણ ગરમાળાનું વૃક્ષ ઉપયોગી છે. તેના પાનનો લેપ સોજો ઉતારવા કામમાં આવે છે. પાકી સીગોનો ગર જુલાબ દેવા માટે વૈદો વાપરતા હોય છે. ગરમાળાનું શાસ્ત્રીય નામ કેશીયા ફીસ્ટ્રેલા છે. આ ચોમાસે આપણે ગરમાળમાના વૃક્ષ વાવીશું અને તેનું ઘર આંગણે ઉનાળાનું સૌદર્ય માણીશું.

0 comments

Add a heading by kheti rajkot