લસણ ગ્રોબેગમાં વાવી શકાય ? જરૂર






ટેલીગ્રામ ગ્રુપના ગ્રીન ગ્રીન રાજકોટીયન્સને રાજકોટ કિચન ગાર્ડન ક્લબના નમસ્કાર. 

મિત્રો આપણે રાજકોટમાં જાત પકવો જાતે ખાવ.  બીજાને પણ મૂવમેન્ટ માં જોડો અને ઘેર બેઠા હર્બ અને શાકભાજી ઉગાડીને કુટુંબનું સ્વાસ્થ્ય, કિચન ગાર્ડનની પ્રકૃતિનો આનંદ મેળવો. 
રાજકોટ કિચન ગાર્ડન ક્લબનાં મિત્રોને વિના મુલ્યે એગ્રોનોમીસ્ટ પ્રવીણ પટેલની સેવાનો લાભ ફેસબુક અને ટેલીગ્રામના મધ્યમથી મળશે. 

આજે આપણે હર્બ - લસણની વાત કરીશું. 




બઝારમાંથી સારી ક્વોલીટીનું દેશી અથવા ચાઈનીઝ લસણનો ગાંઠીયા લઈ આવો. તમારી ગ્રો બેગ (જેમાં ૩૦ ટકા વર્મીકમ્પોસ્ટ, ૨૦ ટકા સ્ટરીલાઈઝડ કોકોપીટ,  ફળદ્રુપ માટી ૧૦ ટકા સાથે સપ્રમાણ  સીવિડ, માઈક્રોન્યુટ્રીયન્ટ અને ઉપયોગી સોઇલ બેક્ટેરિયા જેને બાયો ફર્ટીલાઈઝર કહેવાય છે તે ઉમેરેલ માં લસણના ગાંઠીયા માંથી કળી છૂટી પાડો, કળી ની છાલ ઉતારવાની જરૂર નથી તેને નજીક નજીક તમારી ગ્રો બેગમાં અણીનો ભાગ ઉપર રહે તે રીતે ચોપો, ઉપર એક પાતળો થર માટીનો કરી જારાથી પાણી આપો. 
દર બે દિવસે હળવું પાણી આપો. ૮-૧૦ દિવસમાં બધું લસણ ઉગી જશે. 

લસણની ફૂટ અરધાથી ફૂટની થાય ત્યારે તેને ટી-કટર અથવા ફાલ્કન સીકેટરથી કાપીને પોતાના રસોડામાં ઉપયોગ કરો અને લીલું લસણ જેવો સ્વાદ મેળવો. 

થોડા મહિનાઓ સુધી લીલું લસણ ની પાંદડી અને પછી નીચે  લસણનો ગાંઠિયો  મેળવો. 

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen






0 comments

Add a heading by kheti rajkot