સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડની પોષક તત્વોની ઘટની પૂરતી કરીને છોડની તંદુરસ્તી વધારવી વધુ પાંદડા અને વધુ ફળો મેળવવા .
જૈવિક સ્પૂન સપ્લિમેન્ટ એટલે જમીનમા ફૂગ લાગી હોય તેના લીધે પ્લાન્ટમાં સુકારો લાગ્યો હોય તો મિત્રફુગની હેલ્પ લઈને ફૂગ ફુગને ખાય છે તેથી નુકશાનકારક ફુગનું જૈવિક નિયંત્રણ મળે છે અને છોડ બચી જાય છે .
ફ્લાવરીંગ સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડના મૂળને વધુ પોષકત્ત્વો આપીને વધુ ફૂલો લાવવાનું ઓર્ગેનિક પોષણ આપવું તેને લીધે પુષ્પો વધુ ખીલે છે અને વધુ ફળો મળે છે . ફૂલો આવવાનું શરૂ થાય ત્યારથી દર અઠવાડિયે એક ચમચી જમીનમાં ગોડ કરીને આપવું
ફ્રૂટ સ્પૂન સપ્લિમેન્ટ એટલે આવેલ ફળોને ઓર્ગેનિક પોટાશની પૂરતી કરીને ફળો વધુ રસદાર અને પરિપક્વ બનાવવામાં મદદ મળે છે . ફળો લાગી ગયા પછી દર અઠવાડિયે એક ચમચી જમીનમાં ગોડ કરીને આપવું
ફ્રૂટ ક્વોલિટી સ્પૂન સપ્લિમેન્ટ એટલે આવેલ ફળોને ઓર્ગેનિક પોષણ અને સુક્ષ્મ તત્વો ની પૂરતી કરીને ફળોને પરિપક્વ બનાવવામાં મદદ મળે છે . ફળો લાગી ગયા પછી દર અઠવાડિયે એક ચમચી જમીનમાં ગોડ કરીને આપવું .
ગ્રોથ સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડની વિકાસ અવસ્થામાં ઓર્ગેનિક પોષણ નું સંતુલન કરીને છોડનો સર્વાગિક વિકાસ કરવો . છોડ રોપ્યા પછી જેમ જેમ મોટો થાય તેમ તેમ આ સ્પૂન સપ્લિમેન્ટ દર ૧૦ દિવસે જમીનમાં આપતા રહેવું .
રૂટ સ્પૂન સપ્લિમેન્ટ ખૂબ અગત્યનું સ્પૂન સપ્લિમેન્ટ છે કારણકે છોડના મૂળનો જેટલો વિકાસ તેટલું પોષણ વધુ ખેંચીને વધુ ફૂલો અને વધુ વિકાસ કરી આપણને વધુ પાંદડા અને વધુ ફળો મળે છે . છોડ રોપ્યા પછી દર ૧૫ દિવસે રૂટ સપ્લિમેન્ટ આપવાનું રાખો .
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|

.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments