મારા હોમ ગાર્ડનમાં એકદમ જીણી જીવાત ઉડે છે. તેનું નિયંત્રણ કેમ કરવું ?




કિચન ગાર્ડન હોય કે ખેડૂતોનું ખેતર જ્યાં વનસ્પતિ હોય ત્યાં વિવિધ ચુસીયા જીવાતો આવી જતી હોય છે. આ તમે કહો છો તે પ્રમાણે મને લાગે છે છે તમે સફેદ માખીની વાત કરો છો. સફેદ માખીને દુર રાખવા માટે નીમ અને ગૌમૂત્ર જેવું બાયો પેસ્ટીસાઇડ વાપરવા થી સફેદ માખી એટલે કે વ્હાઈટ ફ્લાય દુર રહે છે. આપણે જયારે ઓર્ગેનિક કિચન ગાર્ડન  કરીએ છીએ ત્યારે જંતુનાશકનો સ્પ્રે કરવો નથી તેવા સમયે સફેદમાખી, મોલોમસી, થ્રીપ્સ, કથીરી જેવી સોફ્ટ બોડી જીવાતોને કાબુમાં રાખવા માટે હવે બજારમાં સ્ટીકી ટ્રેપ મળે છે. તેનો ઉપયોગ કરવું જોઈએ. જેના લીધે આવી ઉડતી જીવાતો સ્ટીકી ટ્રેપના ગમ સાથે ચોટી જાય છે અને તેનું કુદરતી નિયંત્રણ થાય છે. આવા સ્ટીકીટ્રેપ  ઉપયોગ કરવો જોઈએ. મંગાવવા માટે ફોન કરો પટેલ ઍગ્રો 9825229966

0 comments

Add a heading by kheti rajkot