મારજોરમ બીજથી ઉગે છે પરંતુ તેનું બીજ કોટિંગ ખુબ કઠણ હોવાથી ઊગવામાં વધુ સમય લ્યે છે. મારજોરમ કુંડા અને ગ્રો બેગમાં ઉગાડી શકાય છે., જ્યાં ઉગાડો ત્યાં ઉગે પરંતુ પાણી ભરાય ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે ઓછું પાણી તેને ગમે છે.
મારજોરમને રીચ માટી જોઈએ તેથી પોટિંગ મિક્સ ખુબ સારું વાપરવું કે જેમાં રીચ ન્યુટ્રીયન્ટ હોય અને ઓર્ગેનિક હોય.
શિયાળા સુધી તેના ઉપરના પાનને ટી-કટર અથવા ફાલ્કન સીકેટરથી કાપીને વાપરી શકાય છે. પ્લાન્ટ સ્વીટ હોવાથી ચુસીયા જીવાત લાગે છે તે માટે ૧૫૦૦ પીપીએમ નીમ નો છંટકાવ કરવો .



Photo courtesy : google Image
0 comments