ચોમાસામાં તથા શિયાળામાં કિચન ગાર્ડનની શાકભાજીમાં ફૂલ આવે છે પણ ફૂલનું ખરણ થાય છે, ફળ બેસે તે પહેલાં જ ફૂલ ખરી પડે છે, જેના કારણે ફળ બિલકુલ ઓછા મળે છે. શાકભાજીમાં ફૂલનું ખરણ થાય ત્યારે હિંગ (Ferula asafoetida) અને બાજરી (Pennisetum typhoides) ના લોટનો ઉપયોગ થાય છે.
૫ ગ્રામ હિંગ અને ૫૦ ગ્રામ બાજરીનો વાસી લોટ મિશ્ર કરી એક પોટલી બનાવી ફૂલ આવવાના સમયે પાણી આપતી વખતે પોટલી મૂકવામાં આ છે પછી તેના ઉપર પાણી રેડીને આપવામાં આવે છે
આ પ્રમાણે કરવાથી ફૂલ ખરતાં અટકે છે અને કોકડવા જેવો રોગ પર આવતો નથી. એકલી હિંગ મૂકવાથી છોડ ઉપર આડઅસર થવાની સંભાવના છે તેથી સાથે બાજરાનો લોટ જરૂર મુકવો : ખેડૂતના જણાવ્યા મુજબ બેથી ત્રણ વખત પાણી આપતી વખતે આ પદ્ધતિ અપનાવવાથી ફાયદો થાય છે. તેઓ આ પદ્ધતિ તેમના બાપદાદા પાસેથી શીખ્યા છે તેમ જ છે ૪૦ વર્ષથી તેનો ઉપયોગ કરે છે.
બ્રહ્માસ્ત્ર વાનસ્પતિક જંતુનાશક બનાવવા ની રીત :
એક લિટર ગૌમુત્ર લો તેમાં
300 ગ્રામ લીમડાના પાન,
200 ગ્રામ સીતાફળના પાન,
200 ગ્રામ પપૈયાના પાન
200 ગ્રામ દાડમના પાન,
200 ગ્રામ જામફળના પાન,
200 ગ્રામ ગંધાતીના પાન ( પીળા ,ગુલાબી ફૂલ ધરાવતી વાડ માં થતી વનસ્પતિ )
200 ગ્રામ ધતુરાના પાન લઈ બધા પાનની પેસ્ટ(લુગદી) વાટી ને ગૌમુત્રમાં ઉમેરી દો.
આ મિશ્રણને ગરમ કરી ઉકાળો. 10 મિનિટ જેટલુ ઉકળવા દઈ તેને 24 ક્લાક ઢાંકી ઠંડુ થવા રાખી મુકો. ત્યારબાદ બારીક કપડાથી ગાળી લઈ બોટલમાં ભરી લેવુ આ થયું ચુસીયા જીવાંત માટે નું બ્રહ્માસ્ત્ર
છોડ પર છંટકાવ કરવા 1 લિટર પાણીમાં 100 મીલી બ્રહ્માસ્ત્ર મેળવી પમ્પ દ્વારા છોડ પર છંટકાવ કરો.
ચુસીયા પ્રકારની જીવાતો અને ઈયળના નિયંત્રણ માટે છોડ પર છંટકાવ કરો.
બ્રહ્માસ્ત્ર નામની જંતુનાશક મળે છે તે આ બોટાનીકલ પેસ્ટીસાઈડ નથી એટલું જાણજો , આ તો જાતેજ બનાવવું પડશે
જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી મોલોની શરૂઆત થાય છે અને ફેબ્રુઆરીમાં ઉપર ખૂબ જ વધી જાય છે. તે આછા લીલા , કાળા અથવા સહેજ પીળા રંગની અને પાંખો વિનાની હોય છે. મોલોનું શરીર પોચું હોય છે અને આકાર લંબગોળ હોય છે. તે છોડનાં પાનની નીચેની બાજુએ ચોંટી રહી ત્યાંથી રસ ચૂસે છે, પરંતુ મોસમના અંત ભાગમાં અથવા પરિપક્વ થવા આવે ત્યારે પાંખવાળી મોલો દેખાય છે. પાંખો પારદર્શક, આગળથી લાંબી, પહોળી અને પાછળથી નાની હોય છે.
મોલોમશી આવવાની શરૂઆત થાય ત્યારે પાક ઉપર રાખનો છંટકાવ કરવામાં આવે છે: આ રીતે કાપડની પોટલીમાં રાખ નાખીને છોડપર સતત ચાર દિવસ રાખનો છંટકાવ કરવામાં આવે છે. ખેતી કરતા ખેડૂતોનું માનવું છે કે રાખનો છંટકાવ કર્યો પછી ૨૦ દિવસ સુધી મોલોમશી જોવા મળતી નથી. ત્યાર બાદ જો મોલોમશી દેખાય તો ફરીથી રાખનો છંટકાવ કરવામાં આવે છે. આ સિવાય જો જંતુનાશક છાંટવું હોય તો ડાયમેથોએટ છાંટી શકાય 9825229966
આપણા કિચન ગાર્ડનમાં સફેદ આકારની ચુસીયા જીવાત જે ખાસ કરીને જાસુદ , પપૈયા , ચંપો અને મોટાભાગના શાકભાજીમાં દેખાત છે તેને મીલીબગ કહેછે , મીલીબગનો ઉપદ્રવ વધુ હતો ત્યારે 1 લિટર પાણીમાં 5 થી 8 મિલી લીંબુનો રસ નાખી છંટકાવ કરવાથી સારું પરિણામ ખેડૂતોને મળ્યું છે. અમારા અવલોકન પ્રમાણે ખટાશથી જીવાતની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા થાય છે. એકદમ અક્સીર પદ્ધતિ માલુમ પડી છે. અથવા નીમ ઓઇલ સાથે ચપટીક ડિટર્જન્ટ સાથે છાંટવાથી પરિણામ મળે છે , આ જીવાત ઉડતી નથી તે તમારા છોડમાં થડ કે બીજા છોડ ને ડાલી અડતી હોઈ ત્યાંથી તમારા છોડ પર આવે છે
થડ પર શેલો ટેપ લગાડવાથી તે છોડ ઉપર ચડી સકતી નથી
કિચન ગાર્ડનમાં ચુસીયા જીવાત એમાય ખાસ કરીને મીલીબગ, મોલો, સફેદમાખીનો ઉપદ્રવ થોડો થોડો થતો હોય છે તેથી દર અઠવાડિયે એક વખત જાતે બનાવેલ સ્પ્રે છાંટો.
એક નાની ડુંગળીને ગ્રાઈન્ડરમાં ક્રશ કરો તેમાં એક ગાઠીયો લસણનો નાખી મીક્ષરમાં એક તીખું મરચું નાખી પેસ્ટ બનાવો. પછી તેમાં થોડું પાણી ઉમેરી એક કલાક સ્થિર થવા દો. અને ગાળી લો. તેમાં ૧ ચમચી ડીટર્જન્ટ પાઉડર ઉમેરો અને ચુસીયા લાગ્યા છે તે છોડ ઉપર છાંટો.