મારા હોમ ગાર્ડન માં કારેલા અને દુધી વાવ્યા છે તેના વેલા કેમ ચડાવવા ?




વેલા વાળા પાકો પણ હોમ ગાર્ડન માં વાવી શકાય છે. દુધી કારેલા, ઘીસોડા, ગલકા, કાકડી અને તરબૂચ જેવા વેલાવાળા પાકો હોમ ગાર્ડનમાં વાવીએ તો તેનું સ્ટેકીંગ કરવું જરૂરી છે. સ્ટેકીંગ એટલે વેલાને આધાર આપવો અથવા વેલાને ચડાવવા. વેલાવાળા પાકોના વેલા જમીન પર રહે તો તેનું ફળ જમીનને અડતું હોય ત્યાં સૂર્ય પ્રકાશ પુરતો મળતો નથી તેથી તે જગ્યાએ ફળ પીળું રહે છે.

વેલાવાળા પાકો દીવાલની નજીક વાવો જેથી સ્ટેકીંગ કરવું સરળ પડશે 

તમારા હોમ ગાર્ડનમાં વેલાવાળા પાકો કમ્પાઉન્ડ વોલ પાસે વાવી ને વેલા ચડાવવા માટે બામ્બુ, લાકડી, તાર, દોરી, વગેરેની વ્યવસ્થા કરીને જેમ જેમ વેલા વધતા જાય  તેમ તેમ વેલા ચડી શકે અને વેલાને આધાર મળે તેવી વ્યવસ્થા કરવી. આવું કરશો તો વેલાવાળા પાકોમાં ખુબ જ સફળતા મળશે. ખુબ સહેલું છે , વેલાવાળા પાકો ખુબ સારા પાક છે તેમાં તમને સારી સફળતા મળશે ,કોઈ સમશ્યા આવે તો જરૂર આપણી RKGC ફેસબુક કોમ્યુનિટીમાં પૂછજો , બીજ માટે 9825229966




📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot