RKGC માંથી લાવેલું બીજ હોમ ગાર્ડનમાં કેવી રીતે વાવવું ?

Sow the Seeds Where You Are | CBN.com

 વાવેતર કરવું એ એક કળા છે. બીજ ખુબ ઊંડું જવું ન જોઈએ. અને બીજ વાવતા પહેલા જે સ્થળે બીજ વાવો છો તેની માટી પોચી  અને ભરભરી હોવી જોઈએ. 

બીજ જેવડું હોય તેનાથી ૨ થી ૩ ગણું ઊંડું જવું જોઈએ નહિ. એટલે કે જ્યાં વાવવું છે ત્યાં ગાર્ડન ટુલ્સ દ્વારા જમીન પોચી અને ભરભરી બનાવ્યા બાદ છોડને જે અંતર રાખવું છે તેટલા દુર દુરના અંતરે આંગળી દ્વારા લીટી કરીને અથવા તો બીજની સાઈઝ પ્રમાણે એકદમ છીછરું બીજ મૂકીને હાથની આગળીઓ દ્વારા તેના ઉપર ભરભરી થયેલ માટી મુકવી જોઈએ .

બીજ વાવ્યા પછી પ્રથમ પાણી વોટર કેન એટલે કે પાણીના જારા દ્વારા આપવું જોઈએ જેથી બીજ પોતાના સ્થાને થી ખસી ન જાય. 

૭-૮ દિવસમાં બીજ ઉગે અને બે પાંદડે થાય ત્યાં સુધી કુમળો છોડ પોતાની જગ્યાએથી હલી ન જાય તે માટે વોટર કેન દ્વારા નિયમિત ધીરે થી પાણી આપવું જોઈએ. 
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments