ટેરેસ ગાર્ડનના લાભો

  • ઇમારતો પર ઇન્સુલેશન ( આચ્છાદાન) સ્તર આવવાથી ઘરવપરાશના ઇલેક્ટ્રિક ખર્ચમાં ઘટાડો થાય છે.
  • ટેરેસ ગાર્ડન પક્ષીઓ, પતંગિયા અને જંતુઓને રહેઠાણ પૂરું પાડી જૈવ વિવિધતામાં વધારો કરે છે.
  • ટેરેસ ગાર્ડન પર ખોરાક ઉત્પન્ન કરવાથી મધ્યમવર્ગીય શહેરી પરિવારોના દૈનિક ખોરાક પર થતાં ખર્ચમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદનનું વેચાણ કરી વધારાની આવક પેદા કરી શકાય છે.
  • ટેરેસ ગાર્ડન એ સમગ્ર વર્ષ દરમિયાન શરીરને જરૂરી એવા આહારના મોટાભાગના પોષક તત્વો પહોંચાડવા માટેનું સીધું સાધન છે.
  • એક સુવિકસિત ટેરેસ ગાર્ડન, ખોરાકની દૈનિકજરૂરિયાતોમાં ફાળો આપે છે.
  • કુટુંબની પોષણ સુખાકારી પૂરતા પ્રમાણમાંખોરાકની પ્રાપ્તિ પર આધારિત છે.
  • ૨ થી ૪ સભ્યોવાળા ઘર માટે ૩૦૦-૫૦૦ ચોરસફૂટ જગ્યા ગાર્ડન માટે પૂરતી છે.





0 comments

Add a heading by kheti rajkot