ગામડામાં જોવા મળતો ઢોર બગલો નામના પક્ષી ને કેમ ઓળખવું ?


સોનેરી કલગી, સોનેરી ડોક અને સોનેરી પીંછાવાળો આ બગલો કયાં શી આવ્યો ? અત્યાર સુધી સફેદ દેખાતો આ છે નાનકડો ઢોર બગલો. મે મહિના માં આ સફેદ બગલો સોનેરી કેસરી થવા માંડે ત્યારે જાણવું કે તેના માળાનો સમય થઇ રહયો છે. આ બગલાને ઢોર બગલો એટલે કહે છે કારણ કે તે ઢોરની આસપાસ ફર્યા કરે અને ઢોર ઉપર બેસેલા જીવડા ચટકાવી જાય છે. ઘણીવાર ઢોરની ઉપર સવારી પણ કરતા દેખાય છે. ગાય ભેંસ બેઠી હોય ત્યારે તેની આંખ કાન પાસે બેસેલા જીવડા ખેંચી ખાય જાય . ઢોરની બાજુમાં ધીરેકથી આવી પોતાની લાંબી ચાંચ વડે એકજ ઝટકે જીવડું ઉપાડી લે છે. ખેતરમાં જોવા મળેતો ઢોર બગલો આપણા ખેડૂતો અને પશુઓને ખૂબ મદદ કરે છે.

 પ૧ સે.મી. ઉંચો આ બંગલો આખું વરસ સફેદ રંગનો, તેને પીળા, લાંબા પગ અને લાંબી પીળા રંગની ચાંચ હોય છે અને ત્રણ મહિના સોનેરી કેસરી રંગનો થઇ જાય. ઢોર બગલાને સંવનન સમયે માથા ઉપર કલગી કુટે છે. મનુષ્યોમાં જેમ લગ્ન વખતે જેમ સાફામાં કલગી  બાંધવામાં આવે છે તેવું જ કંઇક રૂપ ઢોર બગલામાં જોવા મળે છે. 

ઢોર બગલો સમુહમાં રહે છે. શાંત વિસ્તારમાં ઉંચા ઘટાવાળા વૃક્ષ પર તે સાંઠીકડાથી માળો બનાવે અને ત્રણથી પાંચ ઈંડા મુકે છે. તેના બચ્ચા રૂના ગોટા જેવા સફેદ હોય છે. તેને હિન્દીમાં સર્બિયા બગલા, ગાય બંગલા અને બદામી બગલા પણ કહે છે. 

આખા ભારતભરમાં, અને આસપાસના દેશમાં આ બંગલો સામાન્ય રીતે બધે જ દેખાય છે. ખેડેલા ખેતરોમાં, ઢોરવાડામાં અને છીછરા ખાબોચ્યા પાસે જોવા મળે છે.  તેનો અવાજ ધીમો અને ખળખળતા પાણી જેવો સંભળાય છે. ઢોર બગલો ચાલતા વખતે પોતાની ડોક આગળ પાછળ કરે અને સમય આવે તો લાંબી ફલાંગ ભરી દોડવા માંડે છે.

પક્ષી પ્રેમી મિત્રો આના ફોટા પાડવા ગામડામાં જતા  હોય છે 

0 comments

Add a heading by kheti rajkot