ચોમાસામાં ક્યાં વૃક્ષો ઘરની આસપાસ ઉછેરવા જોઈએ. ?

     






ચોમાસું આવે એટલે વૃક્ષો વાવેતર કરી જતન કરવાનો સમય. તમે બોરસલી, પારીજાત, લીમડો, ગુલમહોર, સોના મહોર, આસોપાલવ, કરમદા, અરણી, કદમ, ટીકોમાં, ચંપો, જાસુદ, સપ્તપર્ણી, કરંજ, અરડુસી, સેતુર, ગુંદો, સરગવો વગેરે નજીકની નર્સરી માંથી મેળવી વાવેતર કરી શકાય , ૧પ થી ર૦ કુટુંબો સામુહીક રીતે નકકી કરે કે આ વર્ષે આખી શેરીમાં ગમતા વૃક્ષો વાવેતર કરવા છે તો રાજકોટ શહેરને હરીયાળું કરવાનું મીશન લઇને કામ કરતા ઘણા ગૃપો આપણને મીત્ર ભાવે મદદ કરી શકે. માર્ગદર્શન આપી શકે આ માટે ગૃપ બનાવીને સામુહીક વૃક્ષારોપણ કરવું હોય તો આવા ગૃપો મદદ કરતા હોય છે. બોલાવો તેમને અને આ ચોમાસે કરી દો  તમારી શેરી ને બનાવો લીલીછમ 

0 comments

Add a heading by kheti rajkot