બોરસલીનું વૃક્ષ ૨૦ થી રપ ફુટ ઉંચા અને ઘટાદાર થાય છે. બોરસલીનું વૃક્ષ છત્રી આકારનું છાંયા નું ઝાડ છે. આ ઝાડ સદાય લીલું રહેતું વૃક્ષ છે. બોરસલીનું દાતણ કરવાથી દુખતા દાંત મટે છે. તેના ફળ પક્ષીઓ ખાય છે ફળો ઉનાળામાં પાકે છે અને કેસરી કલરના ફળો.ખાવાની બાળકોને ખૂબ જ મજા આવે છે. તેમના બીજનો ઉપયોગ બોરસલી ના વાવેતર ઉપયોગી થાય છે. આ દેશીકુળનું વૃક્ષ છે. સ્કુલો, કોલેજો, ઘર આંગણે કે ખેતર-વાડીએ, મંદિરોમાં ખાસ વાવવું જોઇએ.કારણ કે તે છાંયો આપતું વૃક્ષ છે બોરસલીના કુલનો ઉપયોગ બહેનો પોતાના કપડાંને સુંગંધીત રાખવા માટે કરે છે. તેના ફૂલો આજુબાજુના વિસ્તારને સુવાસિત કરે છે. બોરસલીના રોપ નજીકની નર્સરીમાંથી લઇને ઉગાડવા નો નિશ્ચય કરો
.

Photo courtesy : google Image
0 comments