ધર આંગણે શાકભાજી પણ ઉગાડું છું , મારે કયાં ગાર્ડન ટુલ્સ લેવા જોઈએ ?





વાડોલીયું અથવાતો ધાબા ઉપર કુંડા મૂકીએ ત્યારે ધાબા ઉપર વોટરપ્રૂફીંગ ખાસ કરી લેવું જોઇએ સાધનોમાં પાણીનો જારો, જમીન અથવાતો કુંડામાં ગોડ કરવા માટે ખુરપી, છોડ મોટો થાય ત્યારે છોડને આકાર આપવા કે છોડ વધુ પડતો વિકસે નહિ તે માટે પ્રુનિંગ  કરવા માટેના ખાસ  સાધનો જેવા કે સિકેટર વસાવવા જોઇએ.

કારણ કે પ્રુનિંગ વખતે સૂડી  કે ચપ્પું  વાપરીએ તો છોડને નુકશાન થાય છે. ઘર આંગણે શાકભાજી ઉગાડવા શું વાવેતર કરાય ? વાવેતર કરવા માટે અને શીયાળા સુધી શાકભાજી મળતી રહે તેવા વેલાવાળા પાકો જેવા કે દુધી,કારેલા, ધીસોડા વગેરે ઉપરાંત મરચી, ભીંડા, ટમેટા, મુળા, ગાજર, ડુંગળી, ગુવાર, રીંગણા વગેરે વાવી શકાય. વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક માં જોડાઈને નિયમિત માહિતી મેળવતા રહો .

    




_______




📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot