દરેક ઘરમાં રસોડામાંથી શાકભાજી અને ફ્રુટ નો ઘણો બધો વેસ્ટ રોજ નીકળતો હોય છે. જે આપણે મ્યુનિસિપાલીટીના કચરાગાડીમાં નાખી દઈએ છીએ.
પરંતુ સાવ સરળતાથી આમાંથી તમે તમારા ફૂલછોડ અને ઘરે શાકભાજી વાવી તેના માટેનું જરૂરી ખુબજ સારું ખાતર મફતમાં જાતે જ બનાવી શકશો.
આ માટે એક ૫ ફૂટનો ઉંચો 8 થી 10 ઇંચ પહોળો કાણા પાડેલો પાઈપ કંપોસ્ટર તમારે બગીચામાં ખૂણામાં ઉભો મૂકી દેવાનો છે.
ઘરમાંથી નીકળતા શાકભાજીનો વેસ્ટ છાલ - મોસંબીની કે ફળો ની છાલ , સિંગના ફોફા- ડુંગળીના ફોતરા કે લીંબુના રસ કાઢ્યા પછીના ફાડા બધું છાપાના કાગળ માં વીંટીને ભેગું કરી આ પાઈપમાં નાખતા રહેવાનું છે.
બગીચામાંથી વાળીને નીકળેલા સુકા પાંદડા કે લોન કાપી હોય તો તે બધું જ રોજ આ પાઈપમાં નાખવાનું છે. જો શેરીમાં ગાયનું ગોબર મળે તો તે પણ આમાં નાખી શકો તો સારું
આ કચરાને સેડવવા અંદર એક ખાસ પાવડર (બેક્ટેરિયા કલ્ચર)અઠવાડિયે ૧ ચમચી નાખવો જરૂરી છે. ૧ ટમલરમાં પાણી ભરી ૧ ચમચી પાવડર નાખી હલાવી પાઈપમાં નાખી દેવું. 9825229966
પાઈપ માં રોટલી-દાળ-ભાત-શાક કે બીજો કોઈ એઠવાડ કે રાંધેલી વસ્તુ નાખવી નહિ.
એક પાઈપ કંપોસ્ટર ભરાય જાય એટલે બાજુમાં બીજો પાઈપ મૂકી તેમાં કચરો નાખતા જવો
આ રીતે આ પાઈપમાંથી કોઈ ખરાબ દુર્ગંધ પણ આવતી નથી અને લગભગ ૨ મહિના પછી તમારે માટે ખુબ સારું ખાતર તૈયાર થઇ જશે
આ ન્યુટ્રીશન રિચ ખાતર નાખવાથી તમારા ફૂલછોડ ખુબ તંદુરસ્ત રહેશે અને ખુબ ફૂલો આવશે.
તમારા ઘરે ૨ છોડ ટમેટી અને ૨ છોડ મરચી કે ૪ છોડ રીંગણાના તમે ઉગાડો અને તમારા ઘર માટે ઓર્ગેનિક અને પુરતું શાક તમને મળી રહેશે. વળી મેથીની ભાજી - પાલખની ભાજી , લીલું લસણ- લીલી ડુંગળી તો કરવું સાવ સહેલું છે.
વળી ૧-૨ દુધી કે તુરીયાના વેલા ઉગાડો ને તેના ઉપરથી તાજી દુધી ઉતારી ખાવાની મજા ઓર છે.
હવે ઝેરી તો અત્યાર સુધી ખુબ ખાધું કારણ કે ઉપાય ન હતો.
પરંતુ હવે તમે તમારા ઘર પુરતું શાકભાજી ઘેર જ ઉગાડી શકો છો.
પરંતુ તે માટે સૌથી પહેલી જરૂરીયાત આ ઘરમાંથી નીકળતા કચરામાંથી ખાતર બનાવવાની છે. જે સાવ સહેલું છે.
હવે આટલું જાણ્યા પછી પણ જો તમે આ નહિ કરો તો તમારી તંદુરસ્તીની તમને જ કિંમત નથી તેવું થશે ને તમે જ તમારા શરીરને સૌથી વધુ નુકશાન કરશો.








Photo courtesy : google Image
0 comments