કિચન ગાર્ડન માંટે વાનસ્પતિક જંતુનાશક : નીમાસ્ત્ર જાતે બનાવવાની વિધિ શું ?


ચુસીયા પ્રકારની જીવાતો અને મીલીબગના નિયંત્રણ માટે ઉપયોગી

નિમાસ્ત્ર કેમ બનાવવું ?


નિમાસ્ત્ર બનાવવાની વિધિ


એક કાચના કે પ્લાસ્ટિક વાસણમાં

1 લિટર પાણી લો. તેમાં

50 મીલી ગૌમુત્ર અને

50 ગ્રામ ગાય નું છાણ ઉમેરો.

100 ગ્રામ લીમડાના પાનને છુંદી માવો(લુગદી) બનાવી

આ મિશ્રણમા ભેળવો. બરાબર હલાવી આ મિશ્રણ 24 કલાક ઢાંકીને આથવણ આવવા દો.


દિવસમાં ચાર- પાંચ કલાકે મિશ્રણ થોડુ હલાવતા રહેવું. તૈયાર મિશ્રણને બારીક કપડા વડે ગાળી લો. છોડ પર છંટકાવ કરવા 1 લિટર પાણીમા 100 મીલી નીમાસ્ત્ર મેળવી સ્પ્રે પંપમાં ભરી છોડ પર છંટકાવ કરો. યુસીયા પ્રકારની જીવાતો અને મીલીબગ પર કામ કરશે.


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments