Total Pageviews

કિચન ગાર્ડનમાં શાક્ભાજીમાં વાઇરસ -કોકડવાના નિયંત્રણ માટે ગાયના દૂધની છાશ અને ગૌમૂત્ર




સફેદ માખી જેવા ચૂસિયા પ્રકારની જીવાતો દ્વારા આ રોગ થાય છે. શિયાળાના શરૂઆતમાં ટામેટાં, રીંગણ, મરચી અને અન્ય શાકભાજી વર્ગના પાકમાં કોકડવા રોગની ફરિયાદ સાંભળવા મળે છે. છોડ ચીમળાઈ જાય છે પાન કઢંગા અને વિચિત્ર આકારના કૂક્ડાઇ ગયેલ  આકારના થઇ જાય છે .

આ રોગના નિયંત્રણ માટે રાજકોટ જિલ્લાના લીલાપુર ગામના ખેડૂત નો પ્રયોગ જાણવા જેવો છે ,  ગોપાલભાઈ રામાણી ખાટી છાશ અને ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. ગોપાલભાઈના જણાવ્યા મુજબ રોગ આવવાની શરૂઆત થાય ત્યારે 

ગાય ના દૂધની ખાટી છાશ 100 મિલી લઈને એક  લિટર પાણીમાં માં  મિશ્ર કરી તેમાં  60  મિલી ગૌમૂત્ર નાખીને છોડ  ઉપર પમ્પ દ્વારા આઠ-દસ દિવસમાં અંતરે બે છંટકાવ કરવાથી ફાયદો થાય છે. " 

૪૫ વર્ષીય ખેડૂત શ્રી ગોપાલભાઈ સાત ધોરણ સુધી ભણેલા છે. તેમની પાસે ૬૦ વીઘાં પિયત જમીન છે. તેમાં તેઓ કપાસ, મગફળી, શાકભાજી વગેરેનું વાવેતર કરે છે.
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments