વાનસ્પતિક જંતુનાશકો : કિચન ગાર્ડનની ચુસીયા જીવાત માટે મરચા - લસણપેસ્ટ માંથી દવા કેમ બનાવવી ?



પાંદડાને નુકશાન કરતી જીવાતને દૂર રાખવામાટે

મરચા-લસણનો અર્ક :

મરચા-લસણનો અર્ક પાંદડાને નુકસાન કરતી જીવાત માટે ઉપયોગી છે. લસણમાં રહેલ સલ્ફર અને મરચામાં રહેલ કેપ્સીસીન જીવાતને અવરોધે છે.


તૈયાર કરવાની પદ્ધતિ : ૫૦૦ મિલી પાણીમાં બે કંદ લસણના અને 10 નંગ ખુબ તીખા લાલ કે લીલા મરચા છુંદીને કે ગ્રાઈન્ડ કરી એક રાતભર રાખી દો. સવારે બારીક કપડાથી ગાળી લો અને ત્યારબાદ તેમાં સાદા સાબુનુ ( ડીટર્જટ) દ્રાવણ થોડું ઉમેરી દો. આ પાણી સ્પે પંપથી છોડ પર છાંટવુ.









0 comments

Add a heading by kheti rajkot