માઈક્રોગ્રીન્સના બીજને વાવ્યા પછી એની વધારે કાળજી લેવાની જરૂર નથી પણ પૂરતા પ્રમાણમાં ભેજ જાળવવા માટે પાણીનો છંટકાવ કરવો જરૂરી છે.
માઈક્રોગ્રીન્સની ખેતી ખર્ચાળ નથી કારણ કે તેમને ઉગાડવા માટે વધારે સામગ્રી તથા સાધનની જરૂરિયાત હોતી નથી તે માટે ટ્રેની પસંદગી સારી નિતાર ક્ષમતાવાળી કરવી જોઈએ.
જીવંત માઈક્રોગ્રીન્સની જરૂરિયાત અને માવજત માટે પર્યાપ્ત જગ્યા અને સરળતાને ધ્યાનમાં રાખી ટ્રેનું માપ નક્કી કરવું જોઈએ. ઘરમાં માટે ડીસ્પોઝેબલ ટ્રેનો ઉપયોગ કરી શકાય છે. માધ્યમ તરીકે કોકોપિટ, વર્મિકયુલાઈટના મિશ્રણ ૩:૧ અથવા કોકોપિટ એકલાનો ઉપયોગ કરી શકાય છે.
માઈક્રોગ્રીન્સની જંતુમુક્ત તથા પોષણ સમૃદ્ધ ખોરાક પૂરો પાડે છે જેથી કોઈપણ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ટાળવો જોઈએ. માઈક્રોગ્રીન્સમાં ખાસ કરીને ધરૂમૃત્યુના રોગના રક્ષણ સામે બીજને ટ્રાઈકોડર્મા હાર્જીનિયમ તથા ટ્રાઈકોડર્મા વિરીડી એકલા તથા મિશ્રણમાં બીજ માવજત આપી શકાય છે.
|
|



Photo courtesy : google Image
0 comments