રસોડાના કચરાને ખાતર બનાવવા શું કરવું ?
વનસ્પતિના મુળને સીધુ મોઢું હોતું નથી કે તેથી તે સીધું ખોરાક ખાઇ શકે નહિ પરંતુ તે પાણી સાથે ઓગળેલ પોષક તત્વો મુળના છેડે આવેલા પાતળા તાતણા જેવા મુળ રોમ દ્વારા ધીમે ધીમે મેળવે છે.
છોડને જરૂરી પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશીયમ, કેલ્શીયમ, સલ્ફર ઉપરાંત છ જાતના માઇક્રોન્યુટ્રીયન્ટ દા.ત. જીંક, કોપર, ફેરસ, બોરોન, મોલીબ્લેડનમ અને મેંગેનીઝની આવશ્યકતા છે જે જમીનમાંથી મેળવે છે ઉપરાંત ઓક્સીજન અને હાઇડ્રોજન એ હવામાંથી પાન દ્વારા મેળવે છે.
હવે જમીનમાંથી આ પોષક તત્વો છોડ કઇ રીતે ઉપાડે ?
જમીનમાં પડેલ સેન્દ્રીય તત્વો, આપેલ ખાતરો, પોષકતત્વો છોડ સીધું લઇ શકતો નથી તેને લભ્ય સ્વરૂપમાં ફેરવવા જમીનમાં રહેલા કરોડો બેક્ટેરિયા આપણી મદદે આવે છે
જમીનમાં પોષક તત્વો માટે ખાતર શેમાંથી બની શકે? વનસ્પતિના પાંદડા અને કચરામાંથી ખાતર બની શકે આપણે બધી ખાવાની વસ્તુનો ઉપયોગ કરેલ વધેલા વેસ્ટમાંથી ખાતર બની શકે દા.ત. તુરીયાની છાલ, શીંગના ફોફા, લીંબુનો રસ કાઢયા પછી તેની અથવા ફળોની છાલમાંથી અથવા આપણે ઉપયોગ કરેલ વસ્તુના વેસ્ટનો ઉપયોગ કરી શકાય. એનો ઉપયોગ કરી આપણે ખાતર બનાવવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત છાણમાં પણ ખુબજ મોટી સંખ્યામાં બેક્ટેરીયા હોય છે જેમ છાસના મેળવણમાં હોય છે. તો આપણે આ ખાતર બનાવવા માટે મેળવણ તરીકે છાસની જેમ જ છાણનો ઉપયોગ કરી શકીએ જે આ બધા કચરાને ખાતરમાં ફેરવશે.
આપણી રોજ બરોજ ની જિંદગીમાં રસોડામાંથી આવો કચરો નીકળે છે તેને જો ખાતર બનાવી ને આપણા આંગણાના ફૂલ છોડના કુંડામાં આપીયે તો બેનમૂન ખાતર બને છે આ માટે સેડાવવાના ઉપયોગી બેક્ટેરિયા ક્યાંથી મળે ? મેળવવા શું કરવું ? વધુ વિગત માટે 98252299667
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|


Photo courtesy : google Image
0 comments