કન્ટેનર ગાર્ડનીંગ (Container Gardening):


  • કન્ટેનર ગાર્ડનીંગ એ છોડ ને જમીનમાં રોપવાને બદલે ફક્ત કન્ટેનરમાં જ ઉગાડવાની પદ્ધતિ છે. કન્ટેનર ગાર્ડનીંગ શહેરોમાં રહેતા લોકોને મર્યાદિત જગ્યામાં વાવણી માટેનો વિકલ્પ પૂરો પાડે છે. કન્ટેનરની સરળતાથી ઉપલબ્ધતાને કારણે આ પદ્ધતિ શહેરી વિસ્તારોમાં વધુ લોકપ્રિય બની છે.
  • પાકોના ઉછેર માટે વિવિધ પ્રકારના કૂંડા તેમજ કન્ટેનર વાપરી શકાય છે. વિવિધ પ્રકારની ના પાત્રો જેમ કે સિમેન્ટ, માટી, પ્લાસ્ટિક, લાકડાના વાસણ અથવા બેરલ, ક્ષતિગ્રસ્ત ડોલ, લટકતી ટોપલી વગેરે સરળતાથી મળી શકે છે.સૌથી સારો રસ્તો ગ્રોબેગમાં ઉગાડવાનો છે 
  • ટેરેસ ગાર્ડનીંગ માટે વિવિધ પ્રકારના માધ્યમો જેમ કે, માટી, પર્લાઇટ, કોકોપીટ, વર્મિક્યુલાઇટ, કમ્પોસ્ટ, પીટ મોસ, લીફ મોલ્ડ, ગોબર મોતી ગાયના છાણની  ગોળીઓ, રેતી, લાકડાની કાપલી વગેરેનો ઉપયોગ કરી શકાય છે. માધ્યમની ઊંડાઈ છોડના પ્રકાર ઉપર આધાર રાખે છે.
_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot