મારા હોમ ગાર્ડનમાં છોડ ઉપર જીણી ફૂગ લાગી છે, ગોળ ગોળ છે અને કુણા પાનમાં છે. આ શું હશે ?






મતમારા  ગાર્ડનના છોડ ઉપર કુણા પાન ઉપર ચિત્ર બતાવ્યા પ્રમાણે સફેદ આવરણ ધરાવતી જીવાત છે. તેને મીલીબગ કહે છે. 
આ મિલીબગ નામની જીવાત ઉડી શક્તિ નથી પરંતુ તે થડ મારફતે અથવાતો તમારો છોડ જ્યાં અડકેલો હોય ત્યાંથી તમારા છોડ પર આવે છે. 
મીલીબગ નામની જીવાત ખાસ કરીને જાસુદ, ચંપો કે જેની ડાળી તોડતા ક્ષીર જેવું પ્રવાહી નીકળે છે તે ઝાડ તેને બહુ ગમે છે. પરંતુ મીલીબગ હવે બધા જ પાકમાં નુકશાન કરે છે. 

મીલીબગ નામની જીવાત ઉપર પાતળું સફેદ આવરણ હોય છે જેના લીધે તેના ઉપર કોઈ પણ પ્રકારની જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે તો ચીકણા આવરણને લીધે દવા તેને લગતી નથી. તેથી કોઈપણ જંતુનાશક સાથે થોડો ડિટર્જન્ટ નાખવો ખાસ જરૂરી છે 

મીલીબગ નામની આ જીવાત ખુબ  હઠીલી છે અને ખુબ  અસંખ્ય બચ્ચા આપે છે. તમારા હોમ ગાર્ડન માં તેનો ઉપદ્રવ શરુ થયો હોય ત્યારે જ તેને વીણીને કચરામાં નાખી દેવા જોઈએ. 

અથવાતો નિયમિત રીતે તમારા હોમ ગાર્ડનના દરેક છોડ ઉપર નીમનો છંટકાવ કરવો જોઈએ. (એઝેરેડેક્ટીન ૧૫૦૦પીપીએમ ) ૧ લીટર માં ૪ થી ૫મિલિ ) નો દર અઠવાડિયે છંટકાવ કરવો જોઈએ. જેના લીધે વિવિધ પ્રકારના ચુસીયા છોડને નુકશાન કરશે નહિ. કારણ કે નીમ એ એન્ટીફીડન્ટ છે. નીમ બજાર માં મળે છે. 

તમારી આસપાસ માં રહેલા લીમડાની લીંબોળી એકઠી કરી સૂર્યપ્રકાસમાં સુકવી સાચવી રાખો. લીંબોળીનો ભૂકો કરી રાત્રે પલાળી દેવામાં આવે તો તેનું એક્સ્ટ્રેકટ બીજા દિવસે છાંટી શકાય છે. 

જીવાતો માટે બાયો પેસ્ટીસાઇડ પણ વાપરી શકાય , ઘણા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો પોતાની બાયો પેસ્ટીસાઇડ લસણ, મરચું, કેરોસીન, ગૌમૂત્ર, હિંગ વગેરેના સપ્રમાણ મિશ્રણથી બનાવતા હોય છે. તે પણ હવે તમારે જાણવું જોઈએ. 

0 comments

Add a heading by kheti rajkot