બેઝીલ ઇટાલિયન હર્બ કિચન ગાર્ડનમાં ઉગાડવા શું કરવું ?


બેસિલ બીજ દ્વારા કિચન ગાર્ડનમાં રોજની જરૂરીયાત માટે બેસિલ વાવી શકાય છે. બેઝીલને સ્વીટ બેઝીલ પણ કહે છે. ૬ થી ૮ કલાકમાં સૂર્ય પ્રકાશ મળતો હોય ત્યાં ગ્રો બેગમાં બેઝીલ વાવી શકાય છે.
બેઝીલ ભેજ જાળવી શકે તે માટે માટીમાં વર્મીકમ્પોસ્ટ અને કોકોપીટ સાથે સીવીડ અને પોષક તત્વો ઉમેરો. બેઝીલને ૫.૫ થી ૭.૫ પીએચ વાળી જમીન માફક આવે છે. બે છોડ વચ્ચે ૧૨ ઇંચનું અંતર રાખો તમારા રસોડાની જરૂરીયાત મુજબ પ્લાન્ટનું વાવેતર કુંડા અથવા ગ્રોબેગમાં કરો ઘાટા બીજ ઉગ્યા હોય તેને ઉપાડીને બીજે ચોપો. બેઝીલની બાજુમાં ટમેટા અને મરચી હશે તો બેઝીલને જોડીદાર પ્લાન્ટ મળશે તો બેઝીલ સારા થશે. પાણી જરૂરીયાત પુરતું આપો, બહુ વધુ પાણી બેઝીલને માફક આવતું નથી. બઝીલને પોષણ માટે સીવીડ અને સ્પુન સપ્લીમેન્ટ પોષણ આપો તો ૬૦ થી ૯૦ દિવસ સુધી બાઝિલ તમે લઇ શકો.
બેઝીલમાં વિવિધ પ્રકારની જાતો હોય છે. જેમાં બેઝીલ નાનો, બેઝીલ સ્વીટ, બેઝીલ લેમન, બેઝીલ લાર્જ લીફ ઇટાલિયન, બેઝીલ લેટ્ટયુસ લીફ મુખ્ય છે. બેઝીલના બિયારણ માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી - પટેલ એગ્રો સીડ્સ રાજકોટ ૯૮૨૫૨૨૯૯૬૬નો સંપર્ક કરી શકાય.







0 comments

Add a heading by kheti rajkot