ફુદીનો એક જાણીતું મેન્થા વર્ગનું હર્બ




ફુદીનો એક જાણીતું મેન્થા વર્ગનું હર્બ છે, આપણા રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક ગ્રુપના પ્રત્યેક સભ્યોના ઘેર  ફુદીનો હોવો જોઈએ. 

ફુદીનો ખુબ જ સહેલાઇથી ઉગતું હર્બ છે. જેના કટિંગ ઉગે છે, ફુદીનાને મિન્ટ પણ કહેવાય છે. 

ફુદીના માટે પોચી અને ફળદ્રુપ માટી જોઈએ. તેથી ગ્રોબેગ માં પોટમિક્સ  સારી ગુણવત્તાનું હળવું- ભરભરૂ વાપરવું. અથવા વર્મીકમ્પોસ્ટ અને સ્ટરીલાઈઝડ કોકોપીટ ખાસ વાપરવું. 

ફુદીનો જેમ જેમ મોટો છોડ થાય તેમ તેમ કાતરથી કટિંગ કરતા રહો તો વધુ ને વધુ વિકસે છે તેથી કટિંગ કરીને પાંદડા સ્ટોર કરો અથવા સુકવણી કરો.  ફુદીનાને ૬.૦ થી ૭.૦ પીએચ વાળી માટી જોઈએ કે જેમાં ઓર્ગેનિક મેટર વધુ હોય. મિન્ટના છોડને પાણી નિયમિત થોડું થોડું જરૂર જોઈએ જેથી ઉપરની સપાટી ઉપર વધુ ને વધુ  તેના સકર્સ ફેલાય તો આખી ગ્રો બેગ ફુદીનાના છોડનો ફેલાવો થાય. 

ફુદીનો બીજાને ગીફ્ટ કરવા માંગતા હો તો તેના મૂળ-સકર્સ સાથે બે-પાંચ થુંમડા આપો અને તેને પણ તમારા ફુદીનાની સુગંધ લેવા દો. 

ફુદીનાના બીજ આવતા નથી ફુદીનો કટિંગથી થાય છે. 


\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments