સુવા ભાજી એક ભારતીય હર્બ - કિચન ગાર્ડનમાં ઉગાડો



સુવાની ભાજી એક ભારતીય હર્બ છે. સુવાની ભાજી પણ બને અને વિવિધ ડીશમાં તેનો ઉપયોગ થાય છે જેને અંગ્રેજીમાં DILL ડીલ સીડ કહે છે. સુવા વર્ષાયુ છોડ છે. 

સુવા બીજ માંથી ઉગાડી શકાય છે. કરિયાણા  વાળા પાસેથી લાવેલ બીજ પણ તમે તમારા કિચન ગાર્ડન માં ઉગાડી શકો છો. સુવા ૧૦ થી ૧૪ દિવસે ઉગે છે. સુવાને પાકવા દેવામાં આવે તો વરીયાળીની જેમ તેમાં બીજ આવે તે જુમખાને ખેડૂતો ચક્કર કહે છે. 

તમારા કિચન ગાર્ડનમાં સુવાના છોડ હોવા જોઈએ. એમાંથી બે છોડ બીજ આવે ત્યાં સુધી કટિંગ કર્યા વગરના રાખીને બીજ પણ મેળવી શકો છો. 

સુવા વાવો અને તમારા છોડના ફોટા રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુકમાં સેર કરી બીજાને પણ પ્રોત્સાહિત કરો. 
આવા પ્રકારની હર્બની માહિતી તમારા મિત્રને મળે તે માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક બીજાને પણ સેર કરો. 

0 comments

Add a heading by kheti rajkot