આપનો પ્રશ્ન ખુબ જ સરસ છે. એમ તો અનેક ઉપયોગી ફૂગ વૈજ્ઞાનિકોએ સંશોધન કરી શોધી કાઢી છે. તેમાની એક ફૂગ જે મિત્ર ફૂગ છે તે વિષે જાણો.
માઈકોરાઈઝા નામની ઉપયોગી ફૂગ જમીનના ઉપલા પડમાં મૂળ પ્રદેશની આસપાસ રહે છે. મૂળ ને વિકસિત થવામાં મદદ કરે છે. મૂળના વિવિધ વિભાગો છે તેમાંથી તંતુમૂળને મદદ કરે છે. બદલામાં તે મૂળમાંથી થોડો ખોરાક લે છે આમ વિન-વીન એપ્રોચથી બંને કાર્ય કરે છે.
માઈકોરાઈઝા ઉપયોગી મિત્ર ફૂગ તમારા પોટ મિક્ષમાં નાખવી જોઈએ જેથી તમારી ગ્રો બેગમાં ઉગેલા છોડ વધુ પોષક તત્વો ખેંચે અને છોડમાં વધુ ફળો આવે. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો આવા બાયો ફંગસ વાપરે છે.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments