સફેદ જીવાત મીલીબગ માટે શું કરું ?








ચોમાસુ બેસે એટલે જાસુદ, ચંપો, લીમડો અને બીજા શાકભાજીમાં આ સફેદ જીવાતનો ઉપદ્રવ શરુ થાય વરસાદ આવે પછી તેના સેંકડો  ક્રાઉલર - બચ્ચા જમીનમાંથી ઝાડના થડ દ્વારા ચડીને ટોચની કૂણી ડાળીઓમાં રસ ચૂસે અને તેની હગાર સુગરી હોવાથી કીડીઓ પણ ત્યાં આવે અને તે તેને ખેંચી જાય તો તે એક છોડ થી બીજા છોડ પર સ્થાળાંતર થાય છે  , આ ફૂગ નથી આ ખુબ નુકશાનકારક જીવાત છે તેને મીલીબગ કહે છે .



 કંટ્રોલ કેમ કરવો  

આમતો હઠીલી જીવાત  જંતુનાશક દ્વારા કંટ્રોલ સહેલ્લો બને પરંતુ આપણે જંતુનાશકનો ઉપયોગ નહિ કરીયે 


શું કરવું ?

᐀ જો તમારા છોડમાં કીડી સાથે મીલીબગ હોય તો તમે ખુબ મોડા છો 

᐀  એકલ દોકલ મીલીબગ હોય તો વીણી લ્યો અને તેને ગટરમાં વહાવી દ્યો અથવા નાશ કરો , બહાર ફેંકતા નહિ .

᐀ ટોચની ડાળીઓ માં વધુ હોય છે તે કાપીને મીલીબગનો નાશ કરો 

᐀ છોડમાં ઉપદ્રવ હોય તે છોડનું કુંડુ  જુદું કરો  જેથી મીલીબગ ચાલીને તમારા બીજા છોડ ઉપર ના ચડે , 

᐀ ચાલીને  મીલીબગ થડ થી ચડે છે , છોડ બીજા છોડ સાથે ટચ થતો હોય તો દૂર કરો 
 
᐀ જાસુદ , ચંપો , મીઠા લીમડાના છોડના થડ ઉપર પ્લાસ્ટિક પટ્ટો લગાડી તેના ઉપર ગ્રીસ નું લેયર કરી દ્યો મિલીબગ ચડશે નહિ . 

કોઈ પણ જન્તુનાશકથી મીલીબગને  મારે પણ જો તેના શરીર નું ઉપરનું સિલ્કી પડ ધોવાયેલું હોય તો , કોઈ પણ દવા સાથે થોડું ડિટર્જન્ટ નાખો  દા .ત. 1500 PPM નીમ 5 મિલી એક લીટર પાણી સાથે 10 ટીપા લીકવીડ ડિટર્જન્ટના અઠવાડિયામાં બે વાર  સ્પ્રેય કરો 

᐀ નીમ દ્રાવણનું ના માટીમાં પણ ડ્રેન્ચિંગ કરજો અથવા પટેલ એગ્રો માંથી મંગાવી છાંટો .

᐀ રોગર જંતુનાશક સાથે પણ ડિટર્જન્ટ વાપરવું ફરજીયાત છે 


વધુ વિગત માટે RKGC ફેસબુક પેજમાં કોમેન્ટ બોક્સમાં ફોટો સાથે પ્રસના પૂછી શકો છો અથવા 9825229966 પાર વોટ્સએપથી મોકલી શકો છો 


પ્રવીણ પટેલ 
એગ્રોનોમીસ્ટ 


_____
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot