વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા સમજો તો સમજાય કે બજારમાં 20 રૂપિયે કિલો વેંચતા
વર્મીકમ્પોસ્ટ કેવા હોય ?
ચાલો સમજીયે અળસિયાની કમાલ ને !
અળસિયા નર અને માદા બંનેના પ્રજનન અંગો ધરાવે છે. પુખ્ત અળસિયા દર પંદર થી વીસ દિવસે સમુહમાં ઈંડા મુકે છે. જેને ʻકકુનʼ કહે છે. જેમાંથી બચ્ચા તૈયાર થાય છે. અળસિયાને ઊંઘ કે આરામ નથી. જન્મે ત્યારથી સતત માટી/ સેન્દ્રિય પદાર્થ ખાય છે. દરેક અળસિયું એક દિવસમાં પોતાના શરીરના વજન કરતા દોઢ થી બે ગણી માટી ખાય છે. અને હગાર બહાર કાઢે છે. આ હગાર હ્યુમસ સ્વરૂપે હોય છે. જેમાં સામાન્ય જમીન કરતા પાંચ થી દસ ગણા લભ્ય પોષક તત્વો હોય છે. આમ અળસિયું ખેતીમાટે વરદાન છે .
અળસિયા પોતાના શરીરમાંથી જે હગાર બહાર કાઢે છે તેને વર્મીકાસ્ટ કહે છે. અળસિયાથી બનાવેલ ખાતરને વર્મીકમ્પોસ્ટ કહે છે. તથા કમ્પોસ્ટીંગની પ્રક્રિયા દરમ્યાન એકઠા કરેલ પ્રવાહીને વર્મીવોસ કહે છે. અને અળસિયાના ઉછેરને વર્મીકલ્ચર કહે છે.
પટેલ એગ્રો રાજકોટ તેના સેમિનારમાં વર્મીકમૉસ્ટ ખાતર બનાવવા માંગતા ખેડૂતોને કહે છે કે વર્મિકંપોસ્ટ યુનિટમાં આશરે ૪૫ થી ૫૦ દિવસે તેના યુનિટની ઉપર ઘાટા ભૂખરા રંગનાં દાણા જોવા મળશે. ધીરે ધીરે આખી બેડ આવા દાણાદાર પાવડરની તૈયાર થાય છે . આ વખતે ચાર-પાંચ દિવસ સુધી યુનિટમાં પાણી બંધ કરવું જેથી અળસિયા વર્મીબેડમાં નીચે જતા રહેશે. ઉપરના થરનો દાણાદાર પાવડર હળવા હાથે વર્મીબેડને અડચણ કર્યા વગર અલગ કરી .શંકુ આકારનો ઢગલો કરી લેવો જેથી અળસિયા નીચેના ભાગમાં જતા રહેશે . આ એકઠા કરેલ દાણાદાર પાવડરના જથ્થાને છાયા વાળી જગ્યાએ આશરે ૧૨ કલાક રાખો ત્યાર બાદ પેકીંગ કરી પોતાના ખેતર માં નાખી તમારી જમીન સમૃદ્ધ બનાવી વધુ સારો ઓર્ગનિક પાક મેળવો
વર્મીકમ્પોસ્ટ માં માટી નહિ અળસિયાની હગાર હોવી જોઈએ
ખેડૂતોના યુનિટમાં બનેલું પ્યોર ફળદ્રુપતા થી ભરપૂર વર્મીકમ્પોસ્ટ ખરીદવા માટે રાજકોટ નું સ્થળ છે
પટેલ એગ્રો સીડ્સ , ભૂતખાના ચોક ,
ઢેબર રોડ , રાજકોટ 9825229766
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
0 comments