ફૂલછોડમાં અને ટામેટી કે શાકભાજીમાં વધુ ફૂલો લાવવા કયું ખાતર નાખવું ?
બઝારમાં રાયડાનો ખોળ મળે છે તેને મસ્ટર્ડ કેક કહેવાય તે થોડો લાવીને તેને મિક્ષચરમાં ભૂકો કરી રાખો તે દરેક છોડમાં ૨-૩ ચમચી જમીનમાં આપો
વર્મીકમ્પોસ્ટ સારી ક્વોલીટીનું દાણાદાર દર ૧૫ દિવસે થોડું દરેક છોડમાં આપો
ફૂલો વધુ લાવવા માટે છોડના મૂળને ફોસ્ફરસ વધુ જોઈએ તે પૂરતા પ્રમાણમાં આપવા માટે તમે ઓર્ગેનિક બોનમિલ ૩/૪ ચમચી છોડ દીઠ અને એપ્સોન સોલ્ટ 2-3 ચમચી આપી શકો. ફોસ્ફરસ મેગ્નેશિમ અને કેલ્શિયમ મળશે. વધુ વિગત માટે RKGC ફેસબુક કોમ્યુનિટી વાંચતા રહો અને બીજાને પણ પોસ્ટ શેર કરતા રહો . વધુ વિગત માટે 9825229966
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen



Photo courtesy : google Image
0 comments