ઓર્ગેનિક દવા કઈ વાપરવી અથવા કેવી રીતે બનાવવી ?














જાતે પકવો જાતે ખાવ કોન્સેપ્ટ મુજબ આપણા હોમ ગાર્ડનમાં વાવેલા છોડને રોગ-જીવાતથી મુક્ત રાખવા બે ત્રણ પદ્ધતિ વાપરી શકાય. 

  1.  જીવાતને વીણી લઈને નાશ કરવો.
  2. પાણીનો  સ્પ્રે કરી ને જીવાતને ધોઈ નાખવી.
  3. જંતુનાશક અથવા ફૂગનાશકનો છંટકાવ કરવો.  

આજકાલ ઘણા મિત્રો ઘરમાં મરચું- લસણ- હિંગ વગેરેનો રસ બનાવીને ઉપયોગ કરે છે. ગૌમૂત્ર નો છંટકાવ કરી શકો, મોલો  હોય તો રાખ છંટકાવ કરી શકો, યલો સ્ટીકી ટ્રેપ સ્ટ્રીપ વાપરી શકો, બ્રમ્હ્રાસ્ત્ર ઘેર બેઠા  બનાવી શકો, કૂકડ આવ્યો હોય તો બકરીના દૂધમાં પાણી ઉમેરી છાંટી શકો. વગેરે. ફૂગના રોગ માટે કોપર પાવડર છાંટી શકો. 

વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.  

 

_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot