પોટિંગ મિક્સ અને પોટિંગ સોઇલમાં શું ફેર ?



ઘણી નર્સરીવાળા પોટિંગ સોઇલ કે જે ખેતરાઉ માટી અથવા તો જ્યાં ખોદકામ થાય છે ત્યાંથી મિક્સ માટી એકઠી  કરેલ હોય  તેને પોટિંગ મિક્ષ તરીકે આપી દેતા હોય છે. હકીકતે પોટિંગ મિક્ષ અને પોટિંગ સોઇલ જુદું છે. 

પોટિંગ મિક્ષમાં વિવિધ જરૂરી તત્વોનું મિશ્રણ હોય છે. તમારા કિચન ગાર્ડનમાં તમે કુંડા કે ગ્રો બેગમાં શું વાવેતર કરવા માંગો છો તેના આધારે પોટિંગ મિક્ષ અલગ અલગ લેવું જોઈએ. એકલી ખેતરાઉ માટીમાં ગાયનું છાણ નાખી દ્યો તેવું નહિ કરતા , માટી પણ સારી લેજો , તંદુરસ્ત છોડનો આધાર ફળદ્રુપ માટી છે એટલે  એમા કોમ્પ્રોમાઈઝ ન કરતા . 

પોટિંગ મિક્સમાં સોઇલ લેસ મીડિયા સાથે પોષક તત્વો ઉમેરેલ હોય છે. દા.ત. સ્ટરીલાઈઝ કોકોપીટ, પર્લાઈટ, ઓર્ગેનિક મેટર, પીટમોસ, વર્મીક્યુંલાઈટ, વર્મીકમ્પોસ્ટ, સીવીડ, બાયો ફર્ટીલાઈઝર વગેરે  છોડની આવશ્યકતા મુજબ મિક્સ કરીને લેવું જોઈએ. જે છોડ માટે ઓર્ગેનિક પોષક તત્વોનો ખજાનો હોય .

પોટિંગ મિક્સ માટે અગાઉથી ઓર્ડર આપીને તૈયાર કરાવવું જોઈએ. તમારી ગ્રો બેગની સાઈઝના આધારે જથ્થો તૈયાર કરાવવો જોઈએ. એક સામાન્ય ગ્રો બેગમાં 15 થી 20 કિલો પોટમીક્ષ સમાય છે .

સર્ટિફાઈડ પોટિંગ મિક્સ મેળવવા માટે ઓથોરાઇઝ ગાર્ડન સેન્ટર પટેલ એગ્રો સીડ્સ ભુતખાના ચોકનો સંપર્ક કરો. 9825229966

પોટિંગ મિક્સ એટલે વજનમાં હળવું પોરસ મટીરીયલ કે જે ભરભરું અને પાણીને ઝડપથી શોષી લઈને વધારાના પાણીને નીતારીને છોડમાં મૂળને હવાની હેરફેર આપતું પોટિંગ મિક્સ જે મૂળના વિકાસમાટે અનુરૂપ હોય .










0 comments

Add a heading by kheti rajkot