સીવીડ પોટામિક્સમાં શા માટે ઉમેરવાનું ?


સીવીડ  પોટામિક્સમાં શા માટે ઉમેરવાનું ? 

ઓર્ગનિક ગાર્ડનિંગમાં ઘર આંગણે શાકભાજી પકાવવા માટે ગ્રો બેગ માં ફળદ્રુપ પોટ મિક્સ સાથે છોડ વાવેતર કરવામાં આવે તો છોડ વધુ તંદુરસ્ત થાય છે , જેમ આપણને કાર્બોહાઇડ્રેડ , વિટામિન, મિનરલ સાથે પ્રતિકાર શક્તિ પણ જોઈએ તેવી રીતે આપણા છોડને મુખ્ય તત્વ જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, ઉપરાંત મૂળ તત્વો  અને શુક્ષમ તત્વોની જરૂરિયાત હોય છે. આ તત્વો જો માટીમાં ન હોય તો બહારથી ઉમેરીને પણ વધુ સારા શાકભાજી ઉગાડી શકાય છે. આપણે જ્યારે ઓર્ગેનિક શાકભાજી ઉગાડીએ છીએ ત્યારે આવા તત્વો કેમિકલના રૂપમાં ઉમેરવા ને બદલે અન્ય નૈસર્ગિક પદ્ધતિમાંથી મેળવીને આપવા જરૂરી છે. 

આપણા શરીરમાં  પ્રતિકાર શક્તિની જરૂર હોય છે તેવી જ રીતે છોડ પણ વિવિધ આઘાતો જેવા કે વધુ પડતો સૂર્ય પ્રકાશ, ઓછું પિયત, વધુ પડતું પાણી, ચુસીયા અને જીવાતનો એટેક, ફૂગ નો રોગ , વગેરે આઘાત સામે લડી શકે તે માટે અમુક પ્રકારની સેવાળ કે જેને આપણે સીવિડ કહીએ છીએ તે કિચન ગાર્ડનના પોટમિક્ષ માં ઉમેરીને છોડ ને આવતા આઘાતો સામે બચાવી શકાય છે. સીવીડ નાના પેકીંગમાં પણ મળે  છે તે ગ્રોબેગ કુંડા  દીઠ 50  ગ્રામ દર 15 દિવસે આપતું રહેવું જોઈએ .  અથવા આવા સીવીડ ઉમેરીને મળતું પોટમિક્ષ હમેશા ખરીદવું જોઈએ. કિચન ગાર્ડન માટે  પોટમીક્ષ  સાથેની તૈયાર ગ્રો બેગ  રાજકોટમાં મેળવવા પટેલ એગ્રો સીડ્સ ,ભૂતખાના ચોક, ઢેબર રોડ રાજકોટ સ્થળ ઉત્તમ ગણાય છે.  વધુ વિગત માટે 9825229966 


_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot