આ ચોમાસે ઘર આંગણે શાકભાજી ઉગાડવાનું વિચારો




  1. તાજાં અને તંદુરસ્ત શાકભાજી ઇચ્છાનુસાર ગમે ત્યારે મેળવી શકાય છે 

  2. બજારમાં મળતાં મોંઘાં શાકભાજીનો ખર્ચ ઘટાડી શકાય છે. 

  3. ઘર આંગણે તૈયાર કરેલ શાકભાજી, જંતુનાશક દવાઓના અવશેષ સિવાયના અને કુદરતી સેન્દ્રિય ખાતરોના ઉપયોગવાળા ઓર્ગેનિક શાકભાજી મેળવી શકાય છે.

  4. આપણા ફાજલ સમયમાં બગીચામાં કાર્યરત બની શારીરિક વ્યાયામ મેળવી શરીર તંદુરસ્ત રાખી શકાય છે. 

  5. ઘર આંગણાના બગીચામાં વિવિધ પ્રકારના શાકભાજી પાકોની વાવણી કરવાથી ઘરની શોભામાં વધારો થાય છે-સ્વચ્છતા જળવાય છે. 

  6. ઘર આંગણે બાળકો વિવિધ ફૂલ, છોડ, પાકની ઓળખ, ખેતી પદ્ધતિ અને ઉપયોગીતાની માહિતી પ્રત્યક્ષ નિહાળી-મેળવી શકે છે. 

  7. ઘરના નકામા વહેતા પાણીનો બગીચામાં સદુપયોગ થતાં પ્રદૂષણના પ્રશ્નો નિવારી તંદુરસ્તી કેળવી શકાય છે

_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot