બગીચાના કુંડા કે ગ્રોબેગ માં થોડું પણ ટીપે ટીપે પાણી મળી રહે તેવો જુગાડ આપણે કરી શકીયે આપણી કોઈ પણ કોલ્ડ્રિંક્સ ની ખાલી બોટલ માં ઢાંકણામાં નાનુ કાણું પાડી તેમાં સુતરની દોરી પરોવીને તમારા પોટની માટી માં દબાવી દો તો કેશાકર્ષણના નિયમ અનુસાર થોડું થોડું પાણી માટીને મળતું રહેશે , બોટલને તળિયેથી કાપેલ રાખશો તો ફરી પાણી બોટલ માં ભરવું સહેલું પડશે
આજકાલ બજાર માં કોલ્ડ્રિંક્સની બોટલ માં ફિટ થાય તેવા ટપકનીયા પણ મળે છે જે બોટલના આંટામાં ફિટ થઇ જાય છે તેમાં એક નાનો વાલ્વ હોઈ છે જે ટીપે ટીપે પોટ કે ગ્રોબેગને પાણી આપ્યા કરશે , અમેઝોન કે રાજકોટ ગાર્ડન સેન્ટર માં તમને મળી જશે
|
|



Photo courtesy : google Image
0 comments