રોજ સાંજે વરસાદ આવે છે મરચીમાં પાન કુક્ડાઈ ગયા છે અને રીંગણામાં છોડ બહુ વધી ગયા છે શું કરવું ?



સૌથી પ્રથમ રાજકોટ કિચન ગાર્ડનીંગ ક્લબના એક્ટીવ મેમ્બર તરીકે ધન્યવાદ, જુઓ વરસાદ વધુ થયો છે,  ભાદરવાની ગરમી પડવાની છે તેથી રોગ આવાની પૂરી શક્યતા છે. વાતાવરણ ભેજવાળું રહેવાથી ફૂગના રોગો આવે છે મરચીમાં સલ્ફર ૮૦ ટકાનું દ્રાવણ છાંટવાથી અથવા ગૌમૂત્ર છાંટવાથી ફાયદો થશે. રીંગણા ખુબ વધી ગયા છે કારણ કે વરસાદ નું પાણી સતત મળે છે ત્યારે વિકાસ વૃદ્ધિ  થઇ જાય છે ક્યારામાં થોડો ગોડ કરી ભેજ ઘટાડવા પ્રયત્ન કરજો. છોડ ખુબ વધી ગયા હોય એટલે કે ગોઠણ સમા થી મોટા થઇ ગયા હોય તો ઉપરની ડુંખ કાપીને વધુ ડાળીઓ ફૂટે તેવું કરજો. 

આપણી ક્લબના બીજા મિત્રોને પણ જો કો પ્રશ્ર્ન  હોય તો જરૂર પૂછી શકે છે. Mo. 9825229966

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot