ટરનીપ એક સારું સલાડ




અંગ્રેજી નામ : Turnip


વૈજ્ઞાનિક નામ : Brassica rapa subs, rapa


વતન : Middle & Enstern Asia


કુળ  : Brassicacone


ઉપયોગિતા

    ટરનીપનાં મૂળમાં વધુ પ્રમાણમાં ચરબી અને ફાઈબર હોય છે. આ ઉપરાંત એમાં વિટામિન બી, વિટામિન-સી,મેંગેનીઝ, ફોલેટ, કેલ્શિયમ, પોટેશિયમ અને કોપર હોય છે.


     ટરનીપ ઔષધિય રીતે પણ ખૂબ ઉપયોગી છે. ટરનીપમાં વધુ માત્રામાં એન્ટિઓકિસડન્ટસ અને પોલિકેમીકલ હોય છે કે જે કેન્સર જેવી ગંભીર બિમારીને પણ કાબુમાં લાવી શકે છે. આ ઉપરાંત અથાણાં, સૂપ, કરી, વગેરે બનાવટો બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.ટરનીપમાં વતા ઓછા પ્રમાણમાં પેકિટન પણ હોય છે તેથી તેમાંથી જામ પણ બનાવી શકાય છે.


હવામાનઃ

      ટરનીપને ઠંડુ અને ભેજવાળુ વાતાવરણ વધુ માફક આવે છે. આ ઉપરાંત જ્યાં ઉનાળો પ્રમાણમાં મધ્યમ હોય ત્યાં પણ સારું ઉત્પાદન મેળવી શકાય છે. મૂળની સારી ગુણવતા અને વધુ ઉત્પાદન માટે ૧૦ થી ૧૫° સે. તાપમાન વધુ માફ્ક આવે છે. આ ઉપરાંત ટુંકો દિવસ અને ઠંડુ વાતાવરણમાં મૂળનો ખૂબ સારો વિકાસ થાય છે અને ગુણવતા સારી મળે છે.ટરનીપનો છોડ વધુમાં વધુ ર૪° સે, અને ઓછામાં ઓછું ૫° સે. તાપમાન સહન કરી શકે છે. વધુ તાપમાનના કારણે મૂળની ગુણવતા ઉપર માઠી અસર થાય છે.


રોપણી:

     જમીન તૈયાર કર્યા પછી ટરનીપના બીજ જુલાઇ થી સપ્ટેમ્બર માસના સમયગાળામાં વાવવા. વાવણીનો સમય જુદી જુદી જાતો પ્રમાણે જુદો જુદો હોય છે. જેમ કે એશ્યિાટિક જાતો જુલાઈ- સપ્ટેમ્બર અને યુરોપિયન જાતો ઓક્ટોબર- ડિસેમ્બરમાં રોપવામાં આવે છે. ટરનીપના બીજને ૧૫ સે.મી. × ૧૦ સે.મી. અથવા ર૦ સે.મી. × ૧૫ સે.મી. ના અંતરે રોપવા અને બીજ જમીનમાં ૧.૫ સે.મી. ઉંડુ રોપવું. બીજની સરખી રોપણી માટે રેતી અથવા રાખમાં બીજ ભેળવીને રોપવું ,બીજનું અંકુરણ ૧૦-૧૫ દિવસમાં થઇ જાય છે.


પાળા ચઢાવવા

      ટરનીપ એ મૂળ પ્રકારનો પાક છે. પાળા ચઢાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે છોડ જેમ જેમ મોટો થાય છે તેમ તેમ મૂળ જમીનથી ઉપર આવવા લાગે છે. જો પાળા ચઢાવવામાં ના આવે તો તેની ગુણવતા પર ખૂબ માઠી અસર પડે છે.તેથી પાળા ચડાવવા ખૂબ જ જરૂરી છે.


     પહેલી વાર પાળા જ્યારે છોડ ૧૫-રપ સે.મી. નો થાય ત્યારે અને બીજી વાર વાવણી બાદ રપ-૩૦ દિવસ પછી ચડાવવા.


મૂળ કાઢવાની પ્રકિયા


          ટરનીપનો છોડ ૭૫-૮૦ દિવસમાં  તૈયાર થઈ જાય છે. આ સમયગાળો જુદી જુદી જાતો પ્રમાણે જુદો જુદો હોય છે.  ટરનીપનું કદ ૭-૧૦ સે.મી. પહોળાઈમાં હોવુ જોઈએ અને મૂળ વધુ કઠણ ના હોવુ જોઈએ. ટરનીપના મૂળ કાઢવાના એક દિવસ પહેલાં હળવું પિયત આપવું કે જેથી મૂળ કાઢતી વખતે મૂળને નુકસાન થતું અટકાવી શકાય છે. ટરનીપના મૂળ તેની ઉપરનો લીલા ભાગ સાથે જ કાઢવા ત્યાર બાદ મૂળને બરાબર ધોઈ માટી દૂર કરવી અને આજુબાજુના નાના મૂળ કાઢી નાખવા.


સાચવણી:

    સામાન્ય તાપમાને ટરનીપને ર થી ૩ દિવસ સુધી રાખી શકાય છે. કોલ્ડ સ્ટોરેજમાં ૦° સે. ગ્રેડ અને ૯૦ % સાપેક્ષ ભેજમાં અઠવાડિયા સુધી સંગ્રહ કરી શકાય છે.







0 comments

Add a heading by kheti rajkot