પાર્સલી




પાર્સલી


અંગ્રેજી નામ : Parsle


વૈજ્ઞાનિક નામ : Patroselinum hortense Hoffm


વતન  : Central Mediterranean


કુળ  : Apiaceae


       પાર્સલીએ સુગંધિત પાનવાળી એક લોકપ્રિય વિલાયતી ઔષધિ છે.પાર્સલીનો ઉપયોગ કચુંબર તરીકે તેમજ સુશોભન માટે થાય છે. પાર્સલીના પાંદડાંમાંથી મળતા તેલનો ઉપયોગ મસાલા તેમજ ખોરાક તરીકે થાય છે પાર્સલીએ વિટામિન એ, સી, કે તેમજ આર્યનનો સ્ત્રોત છે. 


ઔષધિય ઉપયોગ:


> પાર્સલીમાં ઉપલબ્ધ વિટામિન કે હાડકાના રોગોના નિદાન માટે ઉપયોગી છે. આ ઉપરાંત વિટામિન સી રોગપ્રતિકારકતા વધારે છે.


> પાર્સલીનું દૈનિક ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.


> પાર્સલીની ચા સ્નાયુઓને આરામ તથા પાચન માટે અસરકારક છે.


સાવચેતી :

    પાલીમાં ઓકઝેલેટનું પ્રમાણ વધુ માત્રામાં હોવાથી  શરીરમાં કેન્દ્રિત થતા સ્ફટિકીકરણ દ્વારા સ્વાસ્થય સમસ્યાઓ પેદા કરે છે. આ કારણોસર, પહેલાથી  કિડની તેમજ પિતાશયની સમસ્યાઓ હોય તેવા વ્યક્તિ  માટે પાર્સલીનો ઉપયોગ કરવો હિતાવહ નથી.


જમીન અને આબોહવા

     પાર્સલીએ ઠંડા પ્રદેશમાં થતો પાક છે. સમશીતોષણ અને ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં પણ સારી રીતે ઉગી શકે છે.


કાપણી: 

     ૠતુ પ્રમાણે છોડની ઉંચાઈ ૧ર થી ૧૪ ઈચ સુધી વધી શકે છે. કાપણી છોડના એક જુથને એક હાથથી પકડી, બીજા હાથથી છરી વડે દાંડીને કાપીને કરવામાં આવે છે. કાપણી

વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229966 નો સંપર્ક કરી શકો 









 

0 comments

Add a heading by kheti rajkot