લાલ કોબીજ વાવો




અંગ્રેજી નામ : Red Cabbage


વૈજ્ઞાનિક નામ : Brassica oleracea var. capitata Í, rubra


વતન  : Aisa Minor & East Mediterranean


કુળ  : Brassicaceae


    લાલ કોબીજ પાનના જાંબલી રંગને લીધે ખૂબ જ પ્રચલિત છે. લાલ કોબીજ તેમાં રહેલા રંગને લીધે ખુબ પ્રચલિત છે. લાલ કોબીજ તેમાં રહેલા ફાયટોકેમીકલ્સ, એન્ટીઓક્સીડન્ટસ, વિટામીન્સ અને મીનરલ્સને લીધે પણ પ્રચલીત છે. તેમાં વિટામીન-સી, એ અને ઈ, ફાઈબર તેમજ એન્ટીઓક્સીડન્ટસ જેવા કે એન્થ્રોસાયીન અને ઈન્ડોલ સારા એવા પ્રમાણમાં હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારી કેન્સર સામે રક્ષણ આપે છે. તે ઉપરાંત તે મધુપ્રમેહ, હૃદય રોગ, આલ્ઝાઈમર અને અલ્સર જેવા રોગથી બચાવે છે.


હવામાનઃ

    લાલ કોબીજને ઠંડુ અને ભેજવાળુ વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. ૧૩° સે. થી ૧૫° સે. તાપમાને બીજનો ઉગાવો સારો જોવા મળે છે. તેમજ ૧૮° સે. થી ર૦° સે. તાપમાને વૃદ્ધિ અને વિકાસ માટે અનુકૂળ છે. લાલ કોબીજ -૩° સે. જેટલું નીચું તાપમાન પણ સહન કરી શકે છે. સામાન્ય રીતે તેનું વાવેતર ૧ જાન્યુઆરી-ફેબ્રુઆરી (રવિ) સિઝનમાં કરવામાં આવે છે.


કાપણી :

     લાલ કોબીજનું હેડ (દડો ) કઠણ હોય ત્યારે તેને કાપવામાં આવે છે. ધારદાર ચપ્પાથી નીચેના થોડા પર્ણ સાથે રાખીને કાપવામાં આવે છે. 


સંગ્રહ :

     લાલ કોબીજને ૦° સે. થી ૧૦° સે. તાપમાનમાં તેમજ ૯૦ થી ૯૫ % ભેજવાળા વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે છે.




અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments