શું તમને બગીચાના કચરામાંથી કે રસોડાના ભીના કચરામાંથી ગોલ્ડ ખાતર બનાવવામાં રસ છે? ભાગ 1
દૂધ માંથી દહીં બનાવનાર ઉપયોગી બેક્ટેરિયા છે તેવીજ રીતે રસોડાના કચરાને સેડાવવાના બેક્ટેરિયા હોય છે ?
કુદરતે આ બ્રહ્માંડમાં ઘણી સજીવ સૃષ્ટીઓ નિર્માણ કરેલ છે. માણસો – પ્રાણીઓ – વનસ્પતિ સૃષ્ટી ઉપરાંત હજારો પ્રકારની વનસ્પતિઓ – જળ સૃષ્ટી જેમાં હજારો પ્રકારના જળચર સજીવ, હજારો પ્રકારના જીવજંતુઓ.
આ ઉપરાંત એક એવી જીવ સૃષ્ટી રચી છે જે તમે નરી આખે
જોઇ શકતા નથી અને તેનો પણ આપણા જીવનમાં ઘણો અગત્યનો રોલ છે. દા.ત. હજારો ઉપયોગી
પ્રકારના બેક્ટેરીયા,
ફુગ એવી ઘણી બધી સૃષ્ટિ કુદરતે રચી છે.
દા.ત. આપણે દુધમાં થોડુ મેળવણ નાખીએ અને સવારે તે
દહી થઇ જાય છે પણ ખરેખર તે થાય છે કઇ રીતે? મેળવણ એટલે કે છાસમાં રહેલા દેખાય નહી
તેવા અગણિત બેક્ટેરીયા રાત ભરમાં ૧ માંથી ૨,
૨ માંથી ૪, ૪માંથી ૧૬ અને ૧૬ માંથી ૨૫૬ એમ
કરોડોની સંખ્યામાં વધી સવારે આપણને દુધમાંથી દહી બની ગયેલું જોવા મળે છે.
એવી જ રીતે માટીમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરીયા
હોય છે. જે રાત દિવસ કામ કર્યા કરે છે અને વનસ્પતિને જે ખોરાક જોઇએ છે તે તેને લભ્ય
સ્વરૂપમાં લેવા મદદરૂપ થાય છે. સાદી સમજણ આપુ તો કોઇ પણ બેક્ટેરીયાને જીવન જીવવા
માટે ત્રણ વસ્તુની જરૂર પડે ૧ ખોરાક,
૨ ઓક્સીજન, ૩ ભેજ એટલે કે પાણી. આટલી વસ્તુ જો
તેને મળ્યા કરે તો તે રાત દિવસ કામ કર્યા કરે.
આપણે આપણા રસોડાના કચરામાંથી ખાતર બનાવવા સેડાવવાના બેક્ટેરિયા કેવી રીતે કામ આવે તેની વાત માટે વાંચતા રહો અથવા ફોન કરો 9825229966
_______
RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
![]() | ![]() |




.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments