ખાતર કેવી રીતે બનાવવું?
સૌ પ્રથમ તમારા બગીચાના સુકા પાંદડા ડાળીઓના કટકાનો તમે એક ઢગલો કરો વચ્ચે વચ્ચે તેની ઉપર રોડ ઉપરથી છાણ વીણી લાવી અથવા ક્યાંકથી મંગાવી તેમાં થોડું પાણી નાખી રાબડી તૈયાર કરી એ કચરાના ઢગલા ઉપર નાખતા રહો અથવા હવે સેડાવવાના બેક્ટેરિયા બઝારમાં મળે છે.
ખાતર બનાવવા માટે :
૧ ખોરાક - કે જે આપણે તેને પાંદડા તરીકે આપીએ છીએ.
૨ ઓક્સીજન - કે જે હવામાંથી તે મેળવી લે છે.
૩ ભેજ - તેના માટે આપણે થોડુ પાણી તેની ઉપર છાંટશું. જેમાંથી તે ભેજ મેળવી લેશે.
તો આ રીતે ઘરમાંથી નીકળેલો શાકભાજીનો લીલો કચરો ઉપરાંત ભેગા કરેલા લીલા અને સુકા પાંદડા અને છાણનું કઢી જેવું બનાવેલું રાબડુ આ બધાનો તમે ૧ ઢગલો કરો. ઢગલો નાનો કે મોટો ગમે એવડો કરી શકાય. આની ઉપર અમે આપેલ સેડાવવાના બેક્ટેરીયાનો પાવડરને પાણી સાથે ભેળવી તે પાણી પણ આની ઉપર નાખશો અથવા તો છાણનું રાબડું કરશો તેની સાથે આ પાવડર ભેળવી નાખશો તો આપોઆપ સરખા ભાગે વહેચાય જાય. ૧ કિલો કચરા માટે ફક્ત ૨ ગ્રામ ઉપયોગી બેક્ટેરિયા પાવડરનો ઉપયોગ કરવો પડે.
આ ઢગલો કર્યા પછી તેની ઉપર પ્લાસ્ટીક ઢાકી દેવું અને લગભગ ૧ મહિના પછી આ ઢગલા ઉપરથી પ્લાસ્ટીક ખોલી જોવું કે અંદર શું થયું છે. તો એ એકદમ સારૂં કાળુ હ્યુમસ વાળું ખાતર બની ગયું હશે કે જેમાં ભરપુર પોષક તત્વો છોડ લઇ શકે તે સ્વરૂપે ખાતર બની ગયા હશે.
સડવાનું કામ આમ તો કુદરતે એની જાતે ગોઠવ્યુ જ છે એટલે થયા કરે પરંતુ આપણે જેમાં ઉપયોગી બેક્ટેરીયા નાખ્યા હશે તે ઝડપથી સડી જશે. ખાતર તમે તમારા ઘરના કુંડામાં નાખશો તો તે ખુબ સારૂં પરીણામ આપશે.
ચાલો આપણા બાગ કે કિચન ગાર્ડન માટે કચરામાંથી કે રસોડાના લીલા કચરામાંથી કંચન જેવું ખાતર બનાવીએ અને આપણા ઘર આંગણે ઓર્ગેનિક શાકભાજી ઉગાડીને આખા પરિવારની તંદુરસ્તી જાળવીએ. વધુ વિગત માટે વોટ્સઅપ કરો ૯૮ ૨૫ ૨૨ ૯૯ ૬૬
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments