ચોમાસામાં મારે શાકભાજી ઉગાડવા છે તે ઓર્ગેનિક દેશી બીજ ક્યાંથી મળશે ? ક્યાં છોડ ઉગાડવા સહેલા ?








ફુદીનો ,લેટસ ,પાલક, મેથી , બીટ , ઓરેગાનો ,બેસીલ  ઉગાડવા સહેલા છે. ટામેટામાં થોડી વધુ કાળજી જોઈએ તો મરચીમાં તેનાથી વધુ કાળજી હોવાથી  તૈયાર હોય તો જરૂર કરાય. સૌથી સહેલા તો પત્તાવાળા પાનએટલેકે લીફી વેજીટેબલ સારા. કશું અઘરું નથી શરૂઆત કરો શીખતાં  જશો તેમ આનંદ આવશે .

સૂર્ય પ્રકાશ વધુ જોઈએ
  1. ટામેટા 
  2. ગાજર 
  3. બીન્સ 
  4. કાકડી 
  5. રીંગણ
મીડીયમ તડકો હોય તો ચાલે 

  1. બીટ 
  2. કોબી
  3. પાલક
  4. લેટ્સ
ઓછા સૂર્ય પ્રકાશવાળી જગ્યા માટે 

  1. મૂળા 
  2. ગાજર
  3. ફુદીનો
દેશી ઓર્ગેનિક બીજ પટેલ એગ્રો સીડ્સ રાજકોટથી મળી રહેશે. સર્ટિફાઈડ ગાર્ડન   શોપ છે. 
_______
RKGC by kheti rajkot📙 - ટેલીગ્રામ  : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot