Total Pageviews

ટામેટા મરચા રીંગણાં જેવા શાકભાજીમાં ફાલ ફૂલ આવતા નથી શું કરવું ? ટોમેટો સ્પૂન સપ્લીમેન્ટ આપો

 





ટામેટા , મરચી , રીંગણ જેવા ફળ માં મીઠાસ અને કુદરતી સ્વાદ માટે તેને જરૂરી પોષક તત્વો જે તમારે છોડ દીઠ સાવ નજીવું આપવું જોઈએ એટલે કે સ્પૂન સપ્લીમેન્ટ રૂપે દર 15 દિવસે ફૂલો આવવાનું શરુ થાય ત્યારે આપવું જોઈએ

આ સ્પૂન સપ્લીમેન્ટ ઉચ્ચ ગુણવત્તાવાળા, સંપૂર્ણ પાણીમાં ઓગળી જાય તેવા (water-soluble) હોવાથી, તે પાણીમાં પૂરેપૂરું ઓગળી જશે અને ખૂબ જ અસરકારક રીતે કામ કરશે.

૧. સ્પ્રે માટે (પાંદડા પર છંટકાવ)

પાંદડા પોષક તત્વો ઝડપથી શોષી લે છે પાંદડું છોડનું રસોડું છે. ટોમેટો સ્પૂન સપ્લીમેન્ટ 4 ગ્રામ મિશ્રણ, 1 લીટર પાણીમાં ઓગાળીને વહેલી સવારે અથવા મોડી સાંજે આખા છોડ ઉપર છંટકાવ કરો

  • ક્યારે આપવું: ફૂલો આવવાના અને ફળ બેસવાના મુખ્ય સમયગાળા દરમિયાન દર 10 થી 14 દિવસે એકવાર.

  • યોગ્ય સમય: માત્ર વહેલી સવારે (સવારે 7:30 પહેલા) અથવા મોડી સાંજે (સાંજે 6:00 પછી) જ સ્પ્રે કરવો. બપોરના કડક તડકામાં ક્યારેય સ્પ્રે ન કરવો, કારણ કે પાણીના ટીપાં નાના કાચ (બિલોરી કાચ) જેવું કામ કરે છે

  • કેવી રીતે છાંટવું: પાંદડા બરાબર ભીના થાય અને તેના પરથી પાણી ટપકવાનું શરૂ થાય ત્યાં સુધી સ્પ્રે કરો. પાંદડાની નીચેની બાજુએ પણ ખાસ સ્પ્રે કરવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાં આવેલા છોડના છિદ્રો (stomata) પોષક તત્વોને સૌથી ઝડપથી શોષી લે છે.

૨. માટીમાં આપવા માટે ઝારા દ્વારા

જ્યારે કુંડાની માટીમાં અથવા મૂળની આસપાસ સીધું પ્રવાહી ખાતરનું પાણી આપવાનું હોય, ત્યારે પાંદડાના સ્પ્રે કરતાં પ્રતિ લીટર માત્રા ઓછી રાખવી પડે છે, કારણ કે મૂળ ખૂબ મોટા પ્રમાણમાં પાણી અને પોષક તત્વો શોષી લે છે . ટોમેટો સ્પૂન સપ્લીમેન્ટ 2 ગ્રામ મિશ્રણ, 1 લીટર પાણીમાં. ( 20 લીટર પાણીમાં 40 ગ્રામ )

  • ક્યારે આપવું: જ્યારે છોડ પર વધુ માત્રામાં ફળો બેસવાના શરૂ થાય ત્યારે અઠવાડિયામાં એકવાર.

  • માટી પહેલાંથી ભેજવાળી હોવી જોઈએ: ખાતરવાળું પાણી આપતા પહેલાં હંમેશા કુંડાની માટી સાદા પાણીથી થોડી ભીની (ભેજવાળી) હોવી જ જોઈએ.

  • નીચેથી પાણી નીકળે ત્યાં સુધી રેડો: આ મિશ્રણને છોડના થડની આસપાસ સરખી રીતે રેડો, જ્યાં સુધી કુંડાના નીચેના કાણામાંથી થોડા ટીપાં બહાર નીકળતા ન દેખાય. આનાથી આખા મૂળને સરખું પોષણ મળશે

  • વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક અથવા gardening RKGC વહાર્ટશેપ ચેનલમાં જોડાવા 9825229966 ઉપર RKGC લખો


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments