આપણા RKGC કોમ્યુનિટીના અમુક મિત્રો સીધું લીમડાનું તેલ (Neem Oil) વાપરે છે તે પાણી સાથે કુદરતી રીતે ક્યારેય એકબીજામાં ભળતા નથી. જો તમે માત્ર તેલ અને પાણી ભેગા કરીને છંટકાવ કરશો, તો તેલ પાણીની સપાટી પર તરતું રહેશે. પરિણામે, કેટલાક છોડ પર માત્ર પાણી જશે, જ્યારે કેટલાક છોડ પર સીધું તેલ પડવાથી પાંદડાં બળી જવાની શક્યતા રહે છે.
આ બંનેને એકબીજામાં સારી રીતે ભેળવવા માટે ઇમલ્સિફાયર (Emulsifier) નો ઉપયોગ કરવો ફરજિયાત છે.કયું ઇમલ્સિફાયર વાપરવું?ઓર્ગેનિક ખેતીમાં તમે નીચેનામાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો:
પ્રવાહી સાબુ (Liquid Dish Soap): સૌથી સરળ અને સસ્તો વિકલ્પ (માઈલ્ડ અને કેમિકલ-ફ્રી સાબુ વધુ સારો).
અરીઠાનું પાણી (Soapnut/Ritha Liquid): જો તમારે ૧૦૦% શુદ્ધ ઓર્ગેનિક ઉપાય જોઈતો હોય, તો અરીઠાને પાણીમાં ઉકાળીને બનાવેલું પ્રવાહી ઉત્તમ ઇમલ્સિફાયર છે.
સંપૂર્ણ દ્રાવણ બનાવવાની સાચી રીત નીચે જણાવેલ ક્રમ જાળવવો ખૂબ જ જરૂરી છે, જેથી તેલના નાના-નાના કણો પાણીમાં સમાન રીતે ભળી જાય:
1.સાબુવાળું પાણી બનાવો:એક નાની બોટલ કે ડબ્બામાં થોડું નવશેકું (હળવું ગરમ) પાણી લો. તેમાં પ્રમાણસર ઇમલ્સિફાયર (પ્રવાહી સાબુ અથવા અરીઠાનું પાણી) ઉમેરીને બરાબર હલાવો જેથી ફીણ વળે.
2.લીમડાનું તેલ ઉમેરો:હવે આ સાબુવાળા પાણીમાં તમારું માપેલું લીમડાનું તેલ ઉમેરો.
3.મિશ્રણને બરાબર હલાવો થોડી જ વારમાં તેલ અને પાણી મિક્સ થઈને દૂધ જેવું સફેદ અને ઘટ્ટ (Milky White) પ્રવાહી બની જશે. જો મિશ્રણ દૂધ જેવું સફેદ ન થાય, તો તેમાં હજુ થોડો સાબુ ઉમેરીને ફરી હલાવો..સામાન્ય રીતે ૧ લિટર પાણીમાં ૫ મિલી (ml) લીમડાનું તેલ અને ૧ થી ૨ મિલી સાબુ વપરાય છે.
આ બધી કડાકૂટમાં ન પડવું હોય તો નીમ 1500 પીપીએમ લઈને છંટકાવ કરો.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments