
ચોક્કસ થશે , આ ત્રણેય પાક એક જ પરિવારના છે અને તેમને ઉગાડવાની રીત ઘણી ખરી સમાન છે. તેઓ ઠંડી ઋતુના પાક છે અને તંદુરસ્ત આહાર માટે ઉત્તમ માનવામાં આવે છે.દવા વગર પકવવા તમે ઘર આંગણે ઉગાડો
ચોમાસામાં અને શિયાળા પહેલા બીજ વાવો જેથી શિયાળાની શરૂઆતમાં લણણી કરી શકાય.ઠંડકથી તેમનો સ્વાદ વધુ મીઠો બને છે. બીજથી અડધો ઈંચ ઊંડા વાવો.
માટીમાં પુષ્કળ પ્રમાણમાં કમ્પોસ્ટ અથવા જૂનું છાણિયું ખાતર ઉમેરો.
તેમને નાઈટ્રોજન યુક્ત ખાતર વધુ ગમે છે. જો પાંદડા પીળા પડવા લાગે, તો પ્રવાહી ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો.
દરેક છોડ વચ્ચે 12 થી 18 ઈંચનું અંતર રાખો. તેમને ફેલાવા માટે પૂરતી જગ્યા જોઈએ છે.
ભેજ: માટીમાં સતત ભેજ જાળવો, પણ પાણી ભરાવા ન દો. માટી સુકાઈ જાય તો છોડમાં 'બટનિંગ' (નાના ફૂલ આવવાની) સમસ્યા થઈ શકે છે.
મલ્ચિંગ: માટીની આસપાસ સૂકું ઘાસ કે પાંદડા પાથરો (mulching) જેથી ભેજ જળવાઈ રહે અને નીંદણ ઓછું થાય.
ઈયળ: આ પાકોમાં લીલી ઈયળો પાંદડા ખાઈ જાય છે. તેનાથી બચવા માટે 'રો કવર' (જાળી) નો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.
કુદરતી ઉપાય તરીકે લીમડાના તેલ (Neem Oil) નો છંટકાવ કરી શકાય.
બ્રોકોલી: જ્યારે વચ્ચેનું ફૂલ ઘટ્ટ અને સખત થાય (કળીઓ ખુલે તે પહેલા) ત્યારે કાપી લો. મુખ્ય ફૂલ કાપ્યા પછી બાજુમાંથી નાની ડાળીઓ (side shoots) આવતી રહેશે.
ફ્લાવર: જ્યારે ફૂલ સફેદ અને સખત હોય ત્યારે લણણી કરો.
કોબીજ: જ્યારે કોબીજનું માથું (head) દબાવતા સખત લાગે ત્યારે તેને કાપી લો.
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
ગ્રો-બેગ એક પ્લાસ્ટિક યુવી સ્ટેબીલાઈઝ્ડ બેગ છે જે કિચન ગાર્ડન માટે ખાસ બનાવવામાં આવે છે. ઉંચ્ચ ક્વોલીટીની ગ્રો-બેગ બેથી ચાર વર્ષ વાપરી શકાય છે. જેમાં અંદાજે ૧૫ થી ૨૦ કિલો પોટ મિક્ષ સમાય છે. આ પોટામિક્સમાં ફળદ્રુપ માટી , કોકોપીટ ,સેન્દ્રીય ખાતર , વર્મીકમ્પોસ્ટ ,સીવીડ અને પોષક તત્વો નાખવા જોઈએ આવા પોષક તત્વો થી સમૃદ્ધ પોટમીક્ષ સાથે ગ્રોબેગ જોઈતી હોય તો અગાઉથી ઓર્ડર આપીને પટેલ એગ્રો 9825229766 મેળવી શકાય છે .
ફળદ્રુપ પોટમિક્ષ સાથેની ગ્રો-બેગ કિચન ગાર્ડન માટે ઉત્તમ છે.
જેમાં તમે ટામેટા, મરચા, કોબી, દુધી, કોથમીર, તાંજળીયો, મેથી, ફુદીનો, પાલખ, બીટ, રીંગણ, ગાજર, લસણ, મૂળા અને ફૂલછોડ વગેરે ઉગાડી શકો છો.

આ ગ્રોબેગ સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે ફરી શકે છે તેથી ખુબ જ સરળ છે. ગ્રો બેગમાં ફળદ્રુપ માટી, કોકોપીટ, વર્મીકમ્પોસ્ટ, સીવીડ, પોષકતત્વો, સેન્દ્રીયખાદ અને જરૂરી માઈક્રો ઓર્ગેનીઝ્મ ઉમેરેલ તૈયાર મળે છે. પરંતુ જો તમે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીના ફેસબુક ફોલોવર હો તો તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે.
ડીલીવરી ચાર્જ અલગ રહેશે, અગાઉથી ઓર્ડર આપવો જરૂરી છે . રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી - પટેલ એગ્રો સીડ્સ વધુ માહિતી જાણવા 9825229766
શાકભાજી ગ્રોબેગ - ઘર આંગણે શાકભાજી વાવવાનો એકદમ સરળ ઉપાય
1- ગ્રોબેગમાં ફળદ્રુપ માટી સાથે પોરસ મટેરીઅલ જેવુકે કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ અને સીવીડ ઉમેરો
2- ગ્રોબેગની સાઈઝ તમારા પસંદગીના પાકને અનુરૂપ પસંદ કરો
3- ગ્રોબેગને મહત્તમ 6 કલાકનો સીધો સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો
વધુ વિગત અને પોટિંગ મિક્સ સાથેની રેડી ટુ પ્લાન્ટ ગ્રોબેગ મેળવવવા ફોન કરો 9825229966
આજકાલ ઘેરબેઠા ઓર્ગનિક શાકભાજી ઉગાડીને ખાવા જરૂરી છે ત્યારે પોતાના ઘરે કિચન ગાર્ડન કરીને રોજ જરૂરી શાકભાજી કે હર્બ ઉગાડીને લાભ લેવો જોઈએ
આ માટે સહેલો અને ઉમદા ઉપાય છે ગ્રોબેગમાં ગાર્ડન કરવો ,
શું છે આ ગ્રોબેગ ગાર્ડન ?
શાકભાજી કે ફૂલછોડ વાવેતર સપાટ ક્યારા કે માટીના વજનદાર કુંડા અથવા પલાસ્ટીક કે સીરામીક ના વજનદાર ફેરવીના શકાય તેવા કુંડાને બદલે ગ્રોબેગ ગાર્ડન કરવા જોઈએ
ગ્રોબેગ એ જાડા કાપડ કે પાતળા મજબૂત યુવી સ્ટેબિલાઇઝ પ્લાસ્ટિકના બઝારમાં સહેલાઇ થી મળે છે
ગ્રોબેગ આજકાલ ખુબ પ્રખ્યાત થયેલ છે પરંતુ ખરીદતી વખતે ધ્યાન રાખો કે ગ્રોબેગ એગ્રી પ્લાસ્ટિક માંથી અથવા બ્રીધેબલ કાપડમાંથી બનેલ હોય
ગ્રોબેગ ના લાભાલાભ
હેરફેરમાં સરળ : ગ્રોબેગ આંગણામાં કે ઘરમાં મુકેલ હોય ત્યાંથી હેરફેર કરવી સરળ હોય છે કારણ કે વજનમાં હળવી હોય છે
હેલ્ધી છોડનો વિકાસ : ગ્રોબેગમાં પોટમીક્ષ વાપરવાનું હોવાથી જમીનના નઠારા ગુણો આવતા નથી તેથી છોડનો વિકાસ વધુ સારો થાય છે .
મૂળનો સારો વિકાસ : ગ્રોબેગના પોટમીક્સની સારી ક્વોલિટીના લીધે મૂળ નો સારો વિકાસ થાય છે
ગ્રોબેગમાં શું શું ઉગાડી શકાય ?
ગ્રોબેગમાં નીચેમુજબનાં પાક વાવીશકાય અને ગ્રીન સલાડ નો રોજ લાભ લઇ શકાય
અરુગુલા
મૂળ
લાલ મૂળા
પાલખ
લેટ્ટસ
ગાજર
સ્ટ્રોબેરી
બીટ
તાંજલીયો
મેથી
કોથમીર
ગ્રીન ડુંગળી
ગ્રીન લસણ
બેસિલ
સિલાન્ટ્રો
ડીલ
પારસલી
ઓરેગાનો
રોઝમેરી
લેમન ગ્રાસ અને બીજા શાકભાજી
ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966
ગ્રોબેગ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક નો સંપર્ક કરો 9825229966 અથવા રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC RAJKOT ફેસબુક સર્ચ કરો લાઈક કરીને ડિસ્કાઉન્ટ મેળવો .
- કન્ટેનર ગાર્ડનીંગ એ છોડ ને જમીનમાં રોપવાને બદલે ફક્ત કન્ટેનરમાં જ ઉગાડવાની પદ્ધતિ છે.
- કન્ટેનર ગાર્ડનીંગ શહેરોમાં રહેતા લોકોને મર્યાદિત જગ્યામાં વાવણી માટેનો વિકલ્પ પૂરો પાડે છે.
- કન્ટેનરની સરળતાથી ઉપલબ્ધતાને કારણે આ પદ્ધતિ શહેરી વિસ્તારોમાં વધુ લોકપ્રિય બની છે.
- પાકોના ઉછેર માટે વિવિધ પ્રકારના કૂંડા તેમજ કન્ટેનર વાપરી શકાય છે. વિવિધ પ્રકારની ના પાત્રો જેમ કે સિમેન્ટ, માટી, પ્લાસ્ટિક, લાકડાના વાસણ અથવા બેરલ, ક્ષતિગ્રસ્ત ડોલ, લટકતી ટોપલી વગેરે સરળતાથી મળી શકે છે.
- સૌથી સારો રસ્તો ગ્રોબેગમાં ઉગાડવાનો છે
- ટેરેસ ગાર્ડનીંગ માટે વિવિધ પ્રકારના માધ્યમો જેમ કે, માટી, પર્લાઇટ, કોકોપીટ, વર્મિક્યુલાઇટ, કમ્પોસ્ટ, પીટમોસ, લીફમોલ્ડ, ગોબર મોતી ગાયના છાણની ગોળીઓ, રેતી, લાકડાની કાપલી વગેરેનો ઉપયોગ કરી શકાય છે. કુંડાની ઊંડાઈ છોડના પ્રકાર ઉપર આધાર રાખે છે.
ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966
આપણે ઘર આંગણે કિચન ગાર્ડન શા માટે કરીએ ? જાતે પકવો જાતે ખાવ કોન્સેપ્ટ દ્વારા ઓર્ગેનિક શાકભાજી આપણે રસોડામાં વાપરવું છે. તમે સ્ટરીલાઈઝ્ડ કર્યા વગરનું ભીનું કોકોપીટ લો તેમાં નઠારા તત્વો, અને ગંદા પાણી સાથે નુકસાનકારક બેક્ટેરિયા અને ફૂગ આવી જાય તો આપણા છોડ જમીનજન્ય રોગ લાગી શકે છે.
ટૂંકમાં આટલી મહેનત કરીએ છીએ અને પાછા નબળું પોટમિક્ષ કે કોકોપીટ વગેરે ઉપયોગ કરીએ તે કેમ ચાલે ? ઓર્ગનિક કિચન ગાર્ડનિંગ માં જરૂર ના હોય ત્યાં કરકસર ના કરો .
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી RKGC ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા કિચન ગાર્ડનિંગ RKGC ચેનલમાં જોડાવ.
બઝારમાંથી પાલખ લાવવવાને બદલે આપણા ઘરે પાલખ ગ્રો બેગ માં ચોક્કસ વાવી શકાય ,
બીજ વાવ્યા પછી એટલી કે વાવણી બાદ ચાર સપ્તાહે કટ કરી શકાય. વધુ રાહ ન જોવી.
પાલક એક સારી ભાજી છે , ઓર્ગનિક પાલક તમારા ગ્રો બેગ માં ઉગાડો અને ભાજી બનાવો કે પાલખને સેલડ તરીકે ખાવ , કિચન ગાર્ડનિંગ ની શરુ કરતા મિત્રો માટે આ શાકભાજી એકદમ સહેલી અને લાંબા સમય સુધી કટિંગ મળશે
પાલક નું દેશી બીજ માટે 9825229966
વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો સંપર્ક કરી શકો
તમે શરૂઆતમાં લીફી વેજીટેબલ કરો
મેથી , કોથમીર ,લસણ , ડુંગળી , પાલખ, બાસિલ, તાંજલિયો, બીટ , ફૂદીનો, તુલસી, લીલી ચા (લેમન-ગ્રાસ), મીઠો લીમડો,બ્રોકોલી , પારસલી ,થાઈમ ,ઓરેગાનો ,સુવા ,સેજ ,ચાઈવ ,સ્કવોશ ,ઝુંકુની
વિવિધ શાકભાજી રીંગણ , ભીંડા , ચોળી , વેલાવાળા પાકો વગેરેને પણ ગ્રો બેગ કે કુંડામાં વાવીને તાજી શાકભાજીનો લાભ તમે મેળવી શકો છો.
આ કામ માટે વધારે સમય, નાણાં કે મહેનતની જરૂર નથી. ઓછી મહેનતે આપણે ઓર્ગેનિક શાકભાજી મેળવી શકીએ . વધુ માહિતી માટે વાચતા રહો ફેસબુક રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટી, ફેસબુક મેમ્બર બની ડિસ્કાઉન્ટ કુપનનો લાભ મેળવો . શરૂઆત લીફી વેજીટેબલ થી કરો તો સારું .

લસણ, તુલસી, પાલક અને વિવિધ ભાજી, ફુદીનો , કોથમીર વગેરે
ભીંડા , ડુંગળી, કોબીજ, મૂળા, કાકડી, ફલાવર, બ્રોકોલી, ચોળી, રીંગણ વગેરે
મોટા વેલા જેવા કે દુધી, તરબુચ, ટીંડોળા, પરવળ, તુરીયા, ગલકા વગેરે
સીવીડ પોટામિક્સમાં શા માટે ઉમેરવાનું ?
ઓર્ગનિક ગાર્ડનિંગમાં ઘર આંગણે શાકભાજી પકાવવા માટે ગ્રો બેગ માં ફળદ્રુપ પોટ મિક્સ સાથે છોડ વાવેતર કરવામાં આવે તો છોડ વધુ તંદુરસ્ત થાય છે , જેમ આપણને કાર્બોહાઇડ્રેડ , વિટામિન, મિનરલ સાથે પ્રતિકાર શક્તિ પણ જોઈએ તેવી રીતે આપણા છોડને મુખ્ય તત્વ જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, ઉપરાંત મૂળ તત્વો અને શુક્ષમ તત્વોની જરૂરિયાત હોય છે. આ તત્વો જો માટીમાં ન હોય તો બહારથી ઉમેરીને પણ વધુ સારા શાકભાજી ઉગાડી શકાય છે. આપણે જ્યારે ઓર્ગેનિક શાકભાજી ઉગાડીએ છીએ ત્યારે આવા તત્વો કેમિકલના રૂપમાં ઉમેરવા ને બદલે અન્ય નૈસર્ગિક પદ્ધતિમાંથી મેળવીને આપવા જરૂરી છે.
આપણા શરીરમાં પ્રતિકાર શક્તિની જરૂર હોય છે તેવી જ રીતે છોડ પણ વિવિધ આઘાતો જેવા કે વધુ પડતો સૂર્ય પ્રકાશ, ઓછું પિયત, વધુ પડતું પાણી, ચુસીયા અને જીવાતનો એટેક, ફૂગ નો રોગ , વગેરે આઘાત સામે લડી શકે તે માટે અમુક પ્રકારની સેવાળ કે જેને આપણે સીવિડ કહીએ છીએ તે કિચન ગાર્ડનના પોટમિક્ષ માં ઉમેરીને છોડ ને આવતા આઘાતો સામે બચાવી શકાય છે. સીવીડ નાના પેકીંગમાં પણ મળે છે તે ગ્રોબેગ કુંડા દીઠ 50 ગ્રામ દર 15 દિવસે આપતું રહેવું જોઈએ . અથવા આવા સીવીડ ઉમેરીને મળતું પોટમિક્ષ હમેશા ખરીદવું જોઈએ. કિચન ગાર્ડન માટે પોટમીક્ષ સાથેની તૈયાર ગ્રો બેગ રાજકોટમાં મેળવવા પટેલ એગ્રો સીડ્સ ,ભૂતખાના ચોક, ઢેબર રોડ રાજકોટ સ્થળ ઉત્તમ ગણાય છે. વધુ વિગત માટે 9825229966
પ્રો હોમ કિચન ગાર્ડનમાં છોડની આજુબાજુ ખુરપી વડે સમયાંતરે નિદણ (વધારાનું ઘાસ) દુર કરી ગોડ કરો
કોઈ પણ ક્યારા કે કુંડામાં કોઈ પણ વધારાનું ઘાસ રાખવું નહિ , એક કુંડામાં બે છોડ પણ રાખવા જોઈએ નહિ , રાખશો તો પોષણ ની હરીફાઈ થશે તો બને છોડ તમને ઓછા ફળ આપશે ,
મોટા ભાગે બહારથી લાવેલી માટીમાં ઘાસ અથવાતો નિંદામણ ના બીજ હોય છે તે ઉગે એટલે દૂર કરવા રાહ જોવી નહિ
જો ચુસીયા જીવાત આવતી હોય તો નીમ છાંટવું અથવા પીળા સ્ટીકી ટ્રેપ લગાડવા
માટી ને સારી બનાવવા સારું પોટ મિક્સ વાપરો
વજનદાર કુંડાની જગ્યા હવે ગ્રોબેગે લીધી છે. ગ્રો બેગ એ યુવી પ્રોટેક્ટેડ પ્લાસ્ટિક માંથી બને છે જે વિવિધ સાઈજમાં અને કલરમાં 1 x 1 ફૂટ, ૨ x ૨, મોટી , નાની , લાંબી વગેરે સાઈઝમાં ઉપલબ્ધ હોય છે. જેમાં પોટમિક્સ ભરીને મનગમતા છોડ વાવીને આનંદ લઇ શકાય છે. ગ્રોબેગ હવે પોટમિક્ષ સાથે મળે છે તે માટે અગાઉથી નોધાવીને ઘેર બેઠા ૧૦ થી વધુ તૈયાર ગ્રો બેગ મેળવી શકાય છે.
વધુ વિગત માટે 9825229966
કન્ટેનર તરીકે એટલે કે કુંડા તરીકે લાકડાનું બોક્સ, માટીનું કુંડુ, સિમેન્ટ નું કુંડુ, પ્લાસ્ટિકની ગ્રો બેગ કે શણમાંથી બનાવેલ કોથળા પણ ચાલે. તમારી પાસે રહેલું કોઈ પણ કન્ટેનર તમારા બગીચાનું સાધન થઇ શકે ,
હવે તો બજાર માં પ્લાસ્ટિકની ગ્રો બેગ મળે છે તેમાં પોટિન્ગ મિક્સ નાખી તમારા મનગમતા શાકભાજી કે ફૂલછોડ ઉછેરી શકાય ટૂંકમાં છોડ ને આધાર આપવા માટીની જરૂર છે તે કેમ ભરો છો તે તમારી મરજીની વાત છે ,
આજ કલ પ્લાસ્ટિકના મોટા ડ્રમ ને ઉભા કાપી ને મોટા આડા કુંડા લોકો બનાવે છે , મન હોય તો માળવે જવાય , આપડે તો શાકભાજી વાવી ને તેના ફળો ખાવા છે , તો ચાલો શરુ કરો હોમ ગાર્ડનિંગ, લઇ આવો ગ્રો બેગ , ભરો પોટ મિક્સ અને ઉગાડો મનગમતા શાકભાજી ......
ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર થઇ શકે છે. તેને ઘર-આંગણની ખેતી પણ કહેવાય છે.આપણે તેને કિચન ગાર્ડનિંગ કહીશુ
મકાનના કમ્પાઉન્ડમાં ઉગાડવાની શાકભાજી માટે જમીનનો પ્રકાર બહુ મહત્વની બાબત છે તેમાં ખેતરોઉ કાળી માટી લઇ શકાય . સારામાં સારી માટી લાલ માટી ગણાય છે . જોકે હવે જો પોટમીક્ષ વાપરવામાં આવે છે.જેમાં માટી સાથે વર્મીકમ્પોસ્ટ, કોકોપીટ , પોષક તત્વો અને સેન્દ્રીય તત્વો હોયછે .
બહારથી સારી માટી લાવીને ૨૦ થી ૩૦ સે.મી. સુધી ક્યારી માં અથવા લાકડાના ખોખાં, માટીનાં મોટા કુંડામાં અથવા ગ્રોબેગમાં આપણે ટામેટા, કોબીજ, ફ્લાવર, પાલખ, લેપ્યુસ, કાકડી, દુધી, ગલકાં, તુરીયા, રીંગણાં વગેરે જેવા શાકભાજી સરળતાથી ઉગાડી શકીયે .
સામાન્ય રીતે શાકભાજી ઉગાડવા માટેની જમીન પોરસ એટલી કે સમતળ, પોચી , નિતારવાળી અને ભરભરી હોવી જોઇએ.
દરેક વ્યકિતને સ્વસ્થ અને નિરોગી જીવન વિતાવવા માટે રોજના ૧૭૫ ગ્રામ ફળ તથા
૩૦૦ ગ્રામ શાકભાજી જેમાં કંદમૂળ , પાંદડા વાળા , લીલા શાકભાજી આહારમાં લેવા
જોઈએ .
તેના માટે કિચન ગાર્ડનીંગ એક ઉતમ ઉપાય છે. કિચન ગાર્ડનીંગ દ્વારા આજના
યુગમાં સ્વાસ્થયને હાનિકારક રસાયણ રહિત ઓર્ગનિક શાકભાજી તથા ફળો આપણી નજર સામે
જાત મહેનતે ઉગાડી શકાય છે. જે માટે ઘણા ઓછા સમય સાથે શારીરિક કસરત પણ થાય
છે , વિશેષમાં જાતે પકવેલા શાકભાજીનો આનંદ અનેરો હોય છે . કિચન ગાર્ડનીંગના
અનેક ફાયદાઓ છે , કિચન ગાર્ડનિંગ ખુબજ સરળ અને સહેલી રીતે કરી શકાય છે