શું છોડ ઉછેરવા ના કન્ટેનર કુંડા ફક્ત વજનદાર માટીના જ હોય ?



જી ના , 

કન્ટેનર તરીકે એટલે કે કુંડા તરીકે લાકડાનું બોક્સ, માટીનું કુંડુ, સિમેન્ટ નું કુંડુ, પ્લાસ્ટિકની ગ્રો બેગ કે શણમાંથી બનાવેલ કોથળા પણ ચાલે. તમારી પાસે રહેલું કોઈ પણ કન્ટેનર  તમારા બગીચાનું સાધન થઇ શકે , 

હવે તો બજાર માં પ્લાસ્ટિકની ગ્રો બેગ મળે છે તેમાં પોટિન્ગ મિક્સ નાખી તમારા મનગમતા શાકભાજી કે ફૂલછોડ ઉછેરી શકાય ટૂંકમાં છોડ ને આધાર આપવા  માટીની જરૂર છે તે કેમ  ભરો છો તે તમારી મરજીની વાત છે , 

આજ કલ પ્લાસ્ટિકના મોટા ડ્રમ ને ઉભા કાપી ને મોટા આડા કુંડા લોકો બનાવે છે , મન હોય  તો માળવે જવાય , આપડે તો શાકભાજી વાવી ને તેના ફળો  ખાવા છે , તો ચાલો શરુ કરો હોમ  ગાર્ડનિંગ, લઇ આવો ગ્રો બેગ , ભરો પોટ મિક્સ અને ઉગાડો મનગમતા  શાકભાજી ......  

0 comments

Add a heading by kheti rajkot