કોકોપીટ શું છે ?



કોકોપિટએ નાળીયેરના છોતરા માંથી બનાવેલું પ્રો હોમ ગાર્ડનના કુંડ અથવા તો ગ્રોબેગમાં માટી સાથે ભેળવવાનું પોરસ મટીરીયલ છે. જે પોટિંગ મિક્સમાં ઉમેરીને કુંડાની કે ગ્રોબેગની માટીમાં પોરોસીટી વધારે છે.  જે માટી સાથે ભેળવવું આવશ્યક છે , સૂકા નાળિયેરના છોતરામાંથી ઘરે પણ બનાવી શકો .

જે અંદાજે 20 થી 25 % જેટલું પ્રમાણમાં વાપરવું જોઈએ. કોકોપીટ એ નાળિયેરના છોતરા માંથી બનાવ્યા પછી સ્ટરીલાઈઝ્ડ કરીને કેક બનાવવા માં આવે છે , ઘણી વાર સસ્તું કોકોપીટ જે ભીનું અને જમીનને નુકશાન કરતા હજારો બેક્ટેરિયા થી સંક્રમિત હોય છે કારણકે તેમાં ગટરનું કે ગંદુ પાણી ઉમેરીને વજન વધારવાનું વેપારી કરે છે , જે તમારા કુંડામાં ફુગના રોગો લાવે છે , તેનાથી તમારા છોડમાં મુળખાય રોગ અને ઉગસુક રોગ આવવાની શક્યતા વધી જાય છે , 


સારું કોકોપીટ સ્ટરિલિઝ્ડ અને કેકના રૂપમાં  ખરીદજો અને તમારી નજર સામે જરૂરી પાણી ઉમેરીને બનાવો . 


એક કિલો પ્રો હોમ કોકોપીટની બ્રિક્સ તમને 70 રૂપિયાની મળે છે તે તમારા ઘરે પ્લાસ્ટિકની ડોલમાં 6 લીટર પાણી ભરી એક કિલો કમ્પ્રેસ કરેલ પ્રો હોમમાં કોકોપીટ નાખો થોડીવારમાં આખી ડોલ કોકોપીટ થી ભરાય જશે તેનું અંદાજિત વજન 7 કિલો બનશે , આ સાત કિલો જથ્થો તમને 70 રૂપિયામાં પડતર થશે અને તેમાં નથી કોઈ ફૂગ કે બેક્ટેરિયા કે જે તમારા પ્લાન્ટ ને સતત ભેજ આપતું પોટમીક્ષ બનાવવામાં મદદ કરશે . આ જથ્થાને  જરૂરી માટીમાં ઉમેરો 




કોકોપીટ  જમીન વગરની ખેતી માં ગ્રીનહાઉસ  માં પણ વપરાય છે , બઝાર માં પોટમીક્ષ કે જેમાં કોકોપીટ , સી વીડ , પોષક તત્વો ભરેલી  ગ્રોબેગ તૈયાર પણ મળે છે , કોકોપીટ હાયડ્રોપોનિક્સ પદ્ધતિ માં પણ વપરાય છે, કોકોપીટ  ખરીદવા રાજકોટ માં કોઇમ્બતુરના ઓથોરાઈઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો ભૂતખાના ચોક છે  વધુ માહિતી  માટે 98252229966  















0 comments

Add a heading by kheti rajkot