છાયામાં ઉગાડી શકાય તેવા છોડ ક્યાં ? 




સામાન્ય રીતે જુદી જુદી જાતના અમુક ઘરમાં એટલે કે છાયા માં ઉગાડી શકાય તેવા છોડ રોપીને આ કુંડાને ઘરમાં મુકી શકાય. આ છોડમાં ક્રોટોન, એરેલીયા, જુદી જુદી જાતના પામ, ડ્રેસીના, ડફનબીકીયા, ઇરેન્કીમમ, એસ્પરેગસ, મની પ્લાન્ટ, ટ્રેડસ્કેલ્શીયા, નાગફણી, કોલીયસ જુદી જુદી જાતના કેકટસ વગેરે જાતો કુંડામાં રોપી શકાય.

કુંડામાં તમે આકર્ષક માટીના કુંડા, પ્લાસ્ટિકના કુંડા અને તે પણ જુદા જુદા ઘાટના વાપરીને વિવિધતા લાવી શકો . આ દરેક કુંડામાં માં પાણીના નીતાર માટે પુરી વ્યવસ્થા કરવી ખાસ જ જરૂરી છે.


ઘરમાં રાખેલા છોડને આઠ-દસ દિવસે બહાર કાઢી આછીપાતળા તડકામાં એક બે દિવસ રાખવાથી તે તંદુરસ્ત રહેશે. હેન્ગીંગ બાસ્કેટ (શીકાં) અથવા જુદા જુદા સ્ટેન્ડમાં કુંડા ગોઠવીને ઘરમાં બગીચાની અસર ઉભી કરી શકાય.


જુદી જુદી જાતનાં ફૂલને ફ્લાવર વાઝમાં ગોઠવીને પણ શોભા શકાય . આમાં ફુલોની વિવિધતા, વાઝની વિવિધતા અને ગોઠવણીની વિવિધતા વગેરે ઉપાયોથી પણ ઘરમાં બગીચાની શોભા લાવી શકાય છે.






0 comments

Add a heading by kheti rajkot