કિચન વેસ્ટ માંથી ખાતર કેવી રીતે બનાવવું. ?

ગ્રોબેગમાં વાપરવા ઘરના કચરામાંથી જાતે  કમ્પોસ્ટ ખાતર ઘરઆંગણે  બનાવો , પર્યાવરણને મદદ કરો , 











પ્રો હોમમાં કિચન ગાર્ડન માટે કમ્પોસ્ટ તૈયાર કરવું સરળ છે. ઘરે કમ્પોસ્ટ બનાવવા માટે પ્લાસ્ટિક ના મોટી સાઈઝના મોટા પાઇપ નો ઉપયોગ થાય છે , આ પાઇપ કંપોસ્ટર માં નાના નાના હોલ કરેલા હોઈ છે જે તમારા બગીચામાં કોઈ પણ જગ્યાએ જમીન માં ઉભો રાખી દો. ઘરમાથી નીકળતો જૈવિક કચરો, જુના પસ્તીના કાગળ, રસોડાનો કચરો ( શાકભાજી ની છાલ ) ભેગો કરી કંપોસ્ટર માં રોજ નાખો ,

અઠવાડિયે એક વાર એક ચમચી એરોબિક ઉપયોગી કંપોસ્ટીંગ બેક્ટેરિયા નાખો ( 9825229966), 

કંપોસ્ટર રાખવા છાયડો અને ભેજવાળી જગ્યા પસંદ કરવી. કંપોસ્ટર સંપુર્ણ ભરાયા બાદ તેને ૪૦થી ૫૦ દિવસ છોડી દેવું ( સમય આયોજન માટે બે પાઇપ કંપોસ્ટર લગાડો) ત્યારબાદ તેમાથી નીકળતા ખાતર ને નેટ કે ચારણી વડે ચાળીને કમ્પોસ્ટ છુટું કરી લેવુ. વધેલો કચરો ફરી કંપોસ્ટર માં સડવા મુકી દેવો.

જો તમારી પાસે કિચન વેસ્ટ વધુ ભેગો થતો હોય તો કમ્પોસ્ટ બનાવવાનો ઉપાય સારો છે. ખાસ તો શાકભાજી અને ફળોના છોતરા તેમા મુખ્ય બે પ્રકારના કચરાની જરૂર છે. લીલો કચરો કે જે નાઈટ્રોજનયુકત છે અને સૂકો કચરો કે જે કાર્બનયુકત છે. આ ઉપરાંત હવા તો કંપોસ્ટરના નાના નાના કાણા માંથી મળી રહે છે અને એક જોઈએ પાણી તે ક્યારેક થોડું એકાદ ગ્લાસ જેટલું આપતા રહો

કોર્પોરેશને આવા આવા કાર્ય માં મદદ કરવાની યોજના કરવી જોઈ , આ બહુ સારી બાબત છે 


એક ચેતવણી નોંધી લો કંપોસ્ટર માં રાંધેલો વધી પડેલો ખોરાક કે એઠવાડ નાખવાનો નથી







0 comments

Add a heading by kheti rajkot