ઓર્ગનિક કિચન ગાર્ડન સંરક્ષણ માટે ભારતીય દેશી પધ્ધતિઓ :
કેટલાક લોકો છોડના રક્ષણ માટે દેશી સરળ ઉપચાર કરતા હોય છે. તેના પરિણામ પણ સારા મળે છે. પ્રદેશવાર હવામાન અનુસાર આવી પધ્ધિઓ સફળ પણ થાય છે. નીચે કેટલાક ઉપચાર આપ્યા છે.
ગૌમુત્ર, રાખ કે ખાટી છાશના છટકાવથી જંતુઓથી ફેલાતા વાયરસ આધારિત રોગ અટકાવી શકાય છે. ગૌમુત્ર કે છાશ એક લિટર પાણીમાં 100 મિલિથી વધુ ન રાખવુ.
લીમડાનો ખોળ અથવા એરંડાનો ખોળ અથવા કરંજનો ખોળ માટીમાં ભેળવવાથી જમીનજન્ય રોગો અટકાવી શકાય છે.
પાવડરી મિલિડ્યું અને કોકડવા જેવા રોગોમા 1 લિટર પાણીમાં 100 મિલિ ગાયનું દૂધ ઉમેરી છંટકાવ કરવાથી સારુ પરિણામ મળે છે.
પાંદડા કોરી ખાનાર ઇયળના નિયંત્રણ માટે 25 મિલિ લીબુ રસ અને 25 ગ્રામ આમલી 2.5 લિટર પાણીમાં બોળી સારી રીતે મિશ્રીત કરી ગાળી છોડ પર છાંટી શકાય.
100 ગ્રામ તુલસીના પાંદડા ગ્રાઈન્ડ કરી 1 લિટર પાણીમાં ચાર-પાંચ કલાક રાખ્યા બાદ ગાળીને છંટકાવ કરવાથી ઘણી જીવાત દૂર રહે છે. મચ્છર પણ દૂર રહે છે.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
![]() | ![]() |




.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments